તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:સીએચ જ્વેલર્સના 4 કરોડની ઠગાઇ કેસમાં 46 લાખનું સોનું રિકવર કરાયું

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિરલ અને તરજની પૂછપરછમાં સુલતાનપુરાના 2 જ્વેલર્સનાં નામ ખૂલ્યાં

અલકાપુરી સીએચ જ્વેલર્સના જનરલ મેનેજરે શોરૂમમાંથી 4 કરોડના સોનાના સિક્કા મેળવી લેવાના બનાવમાં પોલીસે 2 સ્થાનિક જ્વેલર્સને કમિશનથી સોનાના સિક્કા વેચ્યા હોવાનું જણાતાં બંને જ્વેલર્સની પૂછપરછ કરવાની સાથે તેમની પાસેથી 46.27 લાખનું 964 ગ્રામ સોનું કબજે કર્યું હતું. સીએચ જ્વેલર્સના જનરલ મેનેજર વિરલ નવીનચંદ્ર સોનીએ સોનાના સિક્કા મેળવી લઇ ઠગાઇ કરવાના બનાવની તપાસમાં બહાર આવ્યું હતું કે, તેણે દોઢ વર્ષમાં 7853 ગ્રામના 4 કરોડના સિક્કા તેના મિત્ર તરજ દીવાનજીને કમિશનથી વેચી દીધા હતા.

સયાજીગંજ પોલીસે વિરલ સોની અને તરજ દીવાનજીને ઝડપી 11 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તરજની પૂછપરછમાં શહેરના 2 જ્વેલર્સને કમિશનથી સિક્કા વેચાયા હોવાનું બહાર આવતાં પોલીસે સુલતાનપુરાના એચટી બુલીયન જ્વેલર્સના નિકુંજ હસમુખભાઇ સોની (અવિનાશ સોસાયટી, સંગમ ચાર રસ્તા)ની પૂછપરછ કરી 330 ગ્રામ સોનું (રૂા.15.84 લાખ) તથા વીએન જ્વેલર્સના મયૂર નવીનચન્દ્ર ભુપતાણી (રશ્મી સોસાયટી, કારેલીબાગ) પાસેથી 480 ગ્રામ સોનુ (રૂા.23.4 લાખ) મળીને 46.27 લાખનું 964 ગ્રામ સોનું કબજે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...