તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:શહેર-જિલ્લાની 18 સરકારી સહિત 457 શાળા પાસે ફાયર NOC નથી, તાકીદ છતાં સંચાલકો કાર્યવાહી કરતા નથી

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સરકાર દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પાસેથી મગાવાયેલી માહિતીમાં ખુલાસો

શહેર-જિલ્લાની 488 સ્કૂલોમાંથી 457 શાળા પાસે ફાયર એનઓસી નથી. માત્ર 6 ગ્રાન્ટેડ, 25 નોન ગ્રાન્ટેડ સ્કૂલો પાસે ફાયર એનઓસી છે, જ્યારે 18 સરકારી સ્કૂલોએ હજુ સુધી એનઓસી લેવાની તસદી લીધી નથી. જોકે 272 સ્કૂલો પાસે ફાયર સેફ્ટીનાં સાધનો ઉપલબ્ધ છે. બીજી તરફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા એક પણ સ્કૂલનો સરવે કરાયો ન હોવાની માહિતી જાણવા મળી છે.

રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં ફાયર એનઓસી મુદ્દે સ્કૂલોને તાકીદ કરાઈ છે. જોકે સંખ્યાબંધ શાળા દ્વારા ફાયર એનઓસી લેવાઈ નથી. વડોદરા જિલ્લામાં પણ ફાયર એનઓસીની કાર્યવાહી કરાઈ નથી. ચોંકાવનારી બાબત એ છે, જિલ્લામાં આવેલી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક 18 સરકારી સ્કૂલ પાસે ફાયર એનઓસી અને ફાયર સેફ્ટીનાં સાધનો પણ નથી. જ્યારે 224 જેટલી ગ્રાન્ટેડ શાળાઓમાંથી માત્ર 6 પાસે ફાયર એનઓસી છે. જોકે 181 ગ્રાન્ટેડ શાળા પાસે ફાયર સેફ્ટીનાં ઉપકરણો ઉપલબ્ધ છે. 246 નોન-ગ્રાન્ટેડ શાળાઓમાંથી 25 પાસે ફાયર એનઓસી છે, જ્યારે 91 શાળા પાસે ફાયર સેફ્ટીનાં સાધનો ઉપલબ્ધ છે.

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા શહેર-જિલ્લાની એક પણ શાળામાં ફાયર સેફ્ટીના મુદ્દે સરવેની કામગીરી કરી ન હોવાનું પણ બહાર આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પાસેથી મગાવવામાં આવેલી માહિતીમાં આ હકીકતો બહાર આવી છે. ફાયર સેફ્ટીના મુદ્દે વારંવાર તાકીદ કરવા છતાં પણ શાળા સંચાલકો દ્વારા કાર્યવાહી કરાતી નથી અને વહીવટી તંત્ર દ્વારા પણ પગલાં ભરવામાં આવતાં નથી.

શહેરની ઘણી સ્કૂલોમાં ફાયર એનઓસી શક્ય નથી
શહેરમાં આવેલી 40-50 વર્ષ જૂની સ્કૂલોમાં ફાયર એનઓસી શક્ય નથી. જૂના બાંધકામની બિલ્ડિંગોમાં તે વખતની સ્થિતિ પ્રમાણે શિક્ષણ વિભાગ દ્વારા પરવાનગી અપાઈ હતી. જોકે હવે સ્કૂલોમાં ફાયરસેફ્ટીના નિયમો કડક થઇ ગયા છે. ફાયર સેફટી માટે જે સાધનો વસાવવાના થાય તેનો ખર્ચ પણ ઘણી સ્કૂલોને પોસાય તેમ નથી. શાળા સંચાલક મંડળ દ્વારા ફાયર એનઓસીના મુદ્દે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...