• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 4.52 Lakh Items Including Gold And Silver Jewelery Stolen From The House Of A Retired Officer Who Went To His Native Maharashtra From Vadodara

તસ્કરો ત્રાટક્યા:વડોદરાથી વતન મહારાષ્ટ્રમાં ગયેલા નિવૃત્ત અધિકારીના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના સહિત 4.52 લાખના મુદ્દામાલની ચોરી

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પડોશીએ ઘરનું તાળું તૂટેલુ હોવાની જાણ કરતા નિવૃત્ત અધિકારી વડોદરા દોડી આવ્યા
  • સુબોધનગર સ્થિત ઘરમાં ચોરી થયાની માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
  • તસ્કરોએ માંજલપુર પોલીસના રાત્રિ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવ્યા

છેલ્લા કેટલાક સમયથી વડોદરા શહેર પોલીસ તંત્રના રાત્રિ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી રહેલા તસ્કરોએ માંજલપુર વિસ્તારમાં આવેલા સુબોધનગરમાં એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ 4.52 લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

નિવૃત્ત અધિકારી પરિવાર સાથે વતનમાં જતા ઘરમાંથી ચોરી
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં બી-163, સુબોધનગરમાં સદાશિવ શંકરભાઇ કદમ વડોદરા ખાતે આવેલી સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડિયા લિમિટેડમાંથી સિનિયર ઓફિસર સુપ્રિટેન્ડેન્ટ તરીકે નિવૃત્ત થયા બાદ પરિવાર સાથે રહે છે. તેઓ તા.18 નવેમ્બર-2021ના રોજ પત્ની સાથે શુશીલાબહેન સાથે મહારાષ્ટ્રમાં વતનમાં ગયા હતા અને તા.22 ડિસેમ્બર-2021ના રોજ તેઓને તેમના પડોશી પ્રતિદપભાઇ શર્માએ ઘરના દરવાજાનું તાળું તૂટેલું હોવાનું અને ઘરમાં ચોરી થઇ હોવાનું જણાવ્યું હતું.

સોના-ચાંદીના દાગીના ન જોતા ફરિયાદ કરી
સદાશીવ કદમ ઘરમાં ચોરીનો મેસેજ મળતા જ તા.25 ડિસેમ્બર-2021ના રોજ વડોદરા આવી પહોંચ્યા હતા અને ઘરમાં તપાસ કરતા ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું. ઘરમાં જઇ તપાસ કરતા બેડરૂમના કબાટનો સામાન સહિત ઘરનો અન્ય સામાન વેર-વિખેર જોતા ચોંકી ઉઠ્યા હતા અને ઘરમાં કબાટ સહિત અન્ય જગ્યાએ મુકેલી રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના ન જોતા ચોંકી ઉઠ્યા હતા. તુરંત જ તેઓ માંજલપુર પોલીસ સ્ટશનમાં ગયા હતા અને ઘરમાં ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી.

4.52 લાખના મુદ્દામાલની ચોરી
સદાશીવ કદમે ચોરીની ફરિયાદ નોંધાવતા જ પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી. સદાશીવ કદમે ફરિયાદમાં તસ્કરો અડધા તોલાની સોનાની કાનની બે રીંગ, 25 ગ્રામ વજનનું સોનાનું મંગળસુત્ર, 20 ગ્રામ વજનના સોનાના બે સિક્કા, 60 ગ્રામ વજનની સોનાની ચાર બંગડીઓ, 50 ગ્રામ વજનની સોનાની એક ચેઇન, 200 ગ્રામ વજનની 3 જોડ ચાંદીની ઝાંઝરી, 50 ગ્રામ વજનની 6 નંગ ચાંદીની પગની વીંટી, 200 ગ્રામ વજનના ચાંદીના બે સિક્કા, 350 ગ્રામ વજનની 3 ચાંદીની વાટકી અને રૂપિયા 20,000 રોકડા મળી કુલ રૂપિયા 4,52, 000નો મુદ્દામાલ ચોરી કરી ગયા હોવાનું જણાવ્યું હતું.

સોસાયટીના રહીશોમાં ગભરાટ ફેલાયો
માંજલપુર પોલીસે સદાશીવ કદમની ફરિયાદના આધારા અજાણ્યા તસ્કરોની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવા માટે સોસાયટી તેમજ નજીકના વિસ્તારોમાં CCTV ફૂટેજની પણ તપાસ શરૂ કરી છે. જોકે, પોલીસને તસ્કરો અંગેના કોઇ સગડ મળ્યા નથી. માંજલપુર દરબાર ચોકડી પાસે આવેલ સુબોધનગરમાં થયેલી ચોરીના આ બનાવે સોસાયટીના રહીશોમાં ગભરાટ ફેલાવી દીધો છે. સાથે આ બનાવે લોકોમાં ચકચાર જગાવી મુકી છે.

અન્ય સમાચારો પણ છે...