તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:ટેસ્ટિંગમાં ફેલ દવાનો જથ્થો મોકલી રૂ4.48 લાખ પડાવ્યા

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વેપારીએ ઓનલાઇન સાઇટ પરથી સંપર્ક કર્યો હતો
  • પૈસા ભર્યા બાદ 10 કિલો રો મટિરિયલ મોકલવામાં આવ્યું હતું

શહેરના કેમિકલ અને ફાર્મા કંપનીના રો મટીયીરીલનું વેચાણ કરતા વેપારીએ રો મટિરીયલ મેળવવા માટે ઓનલાઇન સાઇટ પરથી એક શખ્સ નો સંપર્ક કર્યા બાદ આ શખ્સે વેપારી પાસેથી બેંકમાં 4.48 લાખ ભરાવી લેબ ટેસ્ટીંગમાં ફેલ દવાનો પાવડર મોકલ્યો હતો. આ મામલે વેપારીએ સાયબર સેલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.

બાજવામાં આવેલી ફાર્મા રો મટીરીયલ અને કેમિકલ વેચાણનો વ્યવસાય કરતા આકાશ ભરતભાઇ પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમને બીજી કંપનીમાં રો મટરીયીલ વેચાણ આપવાનું હોવાથી ઓનલાઇ્ન સાઇટ પર રો મટીરીયલ વેચતી કંપનીઓ જોતા હતા ત્યારે તેમણે યુરો એશિયા કેમિકલ નામની કંપની જોતાં તેમાં લખેલા મોબાઇલ ફોન નંબર પર સંપર્ક કર્યો હતો અને 200 કિલો દવાનો પાવડર જોઇએ છે તેમ જણાવ્યું હતું.

જો કે આ શખ્સે કોઇ રીપ્લાય આપ્યો ન હતો અને 2 દિવસ પછી વેપારીને ફોન કરી તેમની કંપનીની પ્રોફાઇલ અને ડીટેલ્સ માંગતા તેમણે મોકલી હતી ત્યારબાદ આ શખ્સે 10 કિલો પાવડરનું ઇનવોઇસ મોકલી બેંકમાં પૈસા જમા કરાવવા જણાવતાં વેપારીએ સેમ્પલ મોકલવા જણાવ્યું હતું. જો કે આ શખ્સે સેમ્પલના 40 હજાર જમા કરાવવા કહેતા વેપારીએ તેના બેંક ખાતામાં 4.48 લાખ જમા કરાવ્યા હતા.

ત્યારબાદ આ શખ્સે પાવડરના સેમ્પલનું 10 કિલો રો મટીરીયલ મોકલ્યું હતું. વેપારીએ આ સેમ્પલના પાવડરનું લેબોરેટરીમાં ચેકીંગ કરાવતા સેમ્પલ ફેલ હોવાનો રીપોર્ટ લેબ દ્વારા મોકલ્યો હતો ત્યારબાદ તેમણે આ શખ્સને જાણ કરતા મારી ટીમ સાથે વાત કરી ફોન કરું છું અને ત્યારબાદ તેણે ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો હતો. વેપારીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...