પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાને પગલે પાલિકાના 34 અર્બન હેલ્થ સેન્ટરોમાં 10 ટીમો બનાવીને સરવેની કામગીરી સઘન બનાવી છે. સોમવારે 24 હજાર ઘરોના સરવેમાં પાણીજન્ય રોગોના 259, મચ્છરજન્ય રોગોના 447 તથા 90 ઝાડાના કેસો મળ્યાં હતા.
શહેરમાં મચ્છરજન્ય બીમારીઓ ડેગ્ન્યુ, ચીકનગુનિયા તથા પાણીજન્ય રોગ કોલેરામાં વધારો જોવા મળ્યો છે. જેના પગલે કોર્પોરેશન દ્વારા 34 અર્બન હેલ્થ સેન્ટરમાં દરેક હેલ્થ સેન્ટર પ્રમાણે 10 ટીમો બનાવી સરવેની કામગીરી શરૂ કરાઇ છે. સોમવારે 24,293 ઘરોનો સરવે કરાયો હતો. તેમજ 977 જેટલાં મચ્છર ઉત્પત્તિ સ્થાનો મળી આવતા દવાનો છંટકાવ કરાયો હતો.32 સ્થાનો પર પોરાભક્ષક માછલી છોડાઇ હતી.
1 હજાર લોકોના લોહીના નમૂના લેવાયા
આરોગ્ય વિભાગની કામગીરી દરમિયાન મચ્છરજન્ય રોગ સંદર્ભે 447 લોકોના લોહીના નમૂના લીધા હતા, જ્યારે પાણીજન્ય રોગો સંદર્ભે 458 લોકોના લોહીના નમૂના તપાસ અર્થે લેવામાં આવ્યા હતા. પાણીજન્ય રોગચાળામાં 1.21 લાખ ઘરોમાં સરવે કરાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.