ભાસ્કર એક્સકલુઝિવ:51 દેશોના 446 વિદ્યાર્થી ICCR હેઠળ ગુજરાતની યુનિ.ઓમાં ભણવા આવ્યા

વડોદરા10 દિવસ પહેલાલેખક: નેહલ વ્યાસ
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • વિદેશી વિદ્યાર્થીઓમાં આફ્રિકન દેશોનો સૌથી વધુ ઝુકાવ ગુજરાત તરફ
 • વડોદરા, અમદાવાદ, સુરતની યુનિવર્સિટી પહેલી પસંદ| વડોદરા, અમદાવાદ, સુરતની યુનિવર્સિટી પહેલી પસંદ

રાજયમાં વિવિધ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પ્રવેશ લીધો છે. 51 દેશોના 446 વિદેશી વિદ્યાર્થીઓએ આઇસીસીઆર હેઠળ પ્રવેશ મેળવ્યો છે. જેમાં સૌથી વધારે વિદ્યાર્થીઓએ ગુજરાત યુનિવર્સિટી, જીટીયુ, એમએસયુ, વીર નર્મદ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો છે.

વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો
ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ચાલુ વર્ષે ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં વિશ્વના 51 દેશોના 446 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. જેમાં ગુજરાત યુનિવર્સિટીમાં 136, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં 101, એમ.એસ.યુનિવર્સિટીમાં 86 તથા વીર નર્મદ યુનિવર્સિટીમાં 50 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે.

વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ અભ્યાસક્રમમોમાં પ્રવેશ
વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ અભ્યાસક્રમમોમાં પ્રવેશ લેવામાં આવ્યો છે. જેમાં અન્ડર ગ્રેજ્યુએટથી લઇને પીએચડી સુધીના કોર્સીસનો સમાવેશ થાય છે. રાજ્યમાં ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, એમ.એસ.યુનિવર્સિટી, વીર નર્મદ યુનિવર્સિટી, એસ.પી.યુનિવર્સિટી, સેન્ટ્રલ યુનિવર્સિટી, નેશનલ ફોરન્સીક સાયન્સ યુનિવર્સિટી, આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સટ્યુટ ઓફ ટેકનોલોજી, એનઆઇટી સુરત તથા સોમનાથ યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે.

મોટાભાગના વિદ્યાર્થીઓ આફ્રિકન દેશોના નોંધવામાં આવ્યા
ગુજરાતની વિવિધ યુનિવર્સિટી કોલેજમાં પ્રવેશ લેનાર વિદેશી વિદ્યાર્થીઓમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ આફ્રિકન દેશોના નોંધવામાં આવ્યા છે. ઇન્ડીયન કાઉન્સીલ ફોર કલ્ચરલ રીલેશન દ્વારા વિદેશી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવતી હતી. આઇસીસીઆરના માધ્યમથી વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશની સંખ્યામાં વધારો નોંધાયો છે. વિદેશી વિદ્યાર્થીઓ ગ્રેજયુએટ, પોસ્ટ ગ્રેજયુએટ તથા પીએચડી કરવા માટે ગુજરાતની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી રહ્યા છે.

આ દેશોના વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો

 • અફઘાનીસ્તાન 101
 • મોરિશિયસ 6
 • અંગોલા 6
 • મોંગાલિયા 2
 • બાંગ્લાદેશ 69
 • મોરક્કો 1
 • ભૂતાન 4
 • મોઝામ્બિક 21
 • બોસ્ટવાના 13
 • મ્યાનમાર 3
 • બુરંડી 2
 • નાબીયા 2
 • કંમ્બોડીયા 2
 • નેપાલ 10
 • કેમરોન 2
 • નાઇજર 1
 • કોલંબીયા 1
 • સિએરા લિયોન 5
 • આઇવરી કોસ્ટ 9
 • નાઇજેરીયા 13
 • કોંગો 1
 • સોમાલીયા 3
 • જીબૌટી 4
 • સાઉથ આફ્રિકા 5
 • ઇથોપીયા 7
 • સાઉથ સુદાન 9
 • ફીજી 6
 • શ્રીલંકા 6
 • ઘામ્બીયા 18
 • સુદાન 5
 • ઘાના 11
 • સ્વાઝીલેન્ડ 5
 • હંગેરી 1
 • સીરીયા 2
 • ઇન્ડોનેશીયા 7
 • તાઝીકીસ્તાન 4
 • ઇરાક 4
 • તાન્ઝાનીયા 22
 • કેન્યા 8
 • થાઇલેન્ડ 3
 • લેસોથો 8
 • ટોગો 1
 • લાઇબેરિયા 1
 • તુર્કીમીસ્તાન 1
 • મડાગાસ્કર 4
 • યુગાન્ડા 7
 • મલાવી 7
 • યમન 5
 • માલદીવ 1
 • ઝામ્બીયા 1
 • માલી 6

-

પ્રતિ વર્ષ ગુજરાતમાં વિદેશી વિદ્યાર્થીઓ વધુ ને વધુ સંખ્યામાં અભ્યાસાર્થે આવે છે
આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં 150નો વધારો નોંધાયો છે. ગુજરાતમાં અત્યારે આઇસીસીઆરના માધ્યમથી સરકારી યુનિવર્સિટીઓમાં 1100 જેટલા વિદ્યાર્થીઓ પહેલેથી જ અભ્યાસ કરી રહ્યા છે. ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તામાં વધારો થવાના પગલે વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા દર વર્ષે વધી રહી છે. દેશ-વિદેશમાં ગુજરાતની યુનિવર્સિટીઓ હવે મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી રહી છે. > જીગર ઇનામદાર , ડાયરેકટર, આઇસીસીઆર

અન્ય સમાચારો પણ છે...