તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદેશી વિદ્યાર્થીઓ વડોદરા તરફ વળ્યાં:કોરોનાકાળમાં પણ MSUમાં ભણવા 27 દેશના 444 વિદ્યાર્થીઓએ અરજી કરી, 131ને પ્રવેશ મળ્યો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઇલ તસવીર - Divya Bhaskar
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઇલ તસવીર

કોરોનાના કપરાકાળમાં પણ મ.સ. યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓની એપ્લિકેશનમાં વધારો નોંધાયો છે. 444 વિદેશી વિદ્યાર્થીઓએ અરજી કરી છે, જેમાં 131 પ્રવેશ ફાળવાયો છે. ગત વર્ષે 300 અરજી આવી હતી, જેની સામે 160 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. મ.સ. યુનિવર્સિટીમાં અભ્યાસ માટે 27 દેશોના 444 વિદ્યાર્થીઓએ અરજી કરી છે. 31મી મે સુધીમાં 600થી વધુ વિદ્યાર્થી અરજી કરે તેવી શક્યતા છે. આ પૈકી 131 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે.

ગત વર્ષે 160ને પ્રવેશ અપાયો હતો
ગત વર્ષે 28 દેશોના 300 વિદ્યાર્થીઓએ અરજી કરી હતી, જેમાંથી 160ને પ્રવેશ અપાયો હતો. 2 દાયકા પછી યુનિવર્સિટીમાં આટલી મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓએ અરજી કરી હોવાનું બહાર આવ્યું છે. ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની સંખ્યાના 10 ટકા પ્રમાણે વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાતો હોય છે. જે તે ફેકલ્ટીના ડીન અને જે તે વિભાગના વડા વિદ્યાર્થીઓના તેમના દેશમાં એકેડેમિક પર્ફોર્મન્સના આધારે પ્રવેશ માટેની લીલીઝંડી આપતા હોય છે.

કઈ ફેકલ્ટીના કેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો?

ફેકલ્ટી

વિદ્યાર્થીઓની સંખ્યા
આર્ટસ29
કોમર્સ45
એજ્યુ.સાઇકોલોજી4
હોમ સાયન્સ1
ફાઇન આર્ટસ2
જર્નાલિઝમ4
લો4
પરફોર્મિંગ આર્ટસ16
સાયન્સ21
સોશિયલ વર્ક5

કયા દેશના વિદ્યાર્થીઓની અરજી આવી?

  • અફઘાનિસ્તાન
  • અલ્જિરિયા
  • એંગોલા
  • બાંગ્લાદેશ
  • બોસ્નિયા
  • બુરાંડી
  • આઇવરી કોસ્ટ
  • ઇજિપ્ત
  • ઇથોપિયા
  • ગાંબિયા
  • ઘાના
  • ઈરાન
  • કેન્યા
  • મોંગોલિયા
  • મોઝામ્બિક
  • નેપાલ
  • નાઈજિરિયા
  • સોમાલિયા
  • સાઉથ સુદાન
  • શ્રીલંકા
  • સુદાન
  • સીરિયા
  • તાન્ઝાનિય
  • ટૉગો
  • તુર્કમેનિસ્તાન
  • યુગાન્ડા
  • ઝિમ્બાબ્વે
અન્ય સમાચારો પણ છે...