કાર્યવાહી:કેરીના રસ, મસાલા સહિત 44 નમૂના લેવાયા

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉન 4માં છૂટછાટ મળી છે ત્યારે ખાદ્યપદાર્થોમાં ભેળસેળ તો થતી નથીને તેવી આશંકાએ પાલિકાના ફૂડ વિભાગે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી 27 દુકાનોમાંથી કેરીના તૈયાર રસ સહિત 44 સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલી આપ્યાં છે. શહેરના આજવા રોડ, ગોરવા, મકરપુરા, છાણી ગામ, હાથીખાના, કારેલીબાગ, અટલાદરા, તાંદલજા, ગોત્રી, ડભોઇ રોડ, ચોખંડી, વાઘોડિયા, ડભોઇ રિંગ રોડ, પરિવાર ચાર રસ્તા, નિઝામપુરા, છાણી, જકાતનાકા અને ગોરવા વિસ્તારમાં મસાલાની દુકાનો ઉપરાંત મસાલા ઉત્પાદક  યુનિટ મળી 27 સ્થળે પાલિકાએ ચેકિંગ કર્યું હતું.

જેમાં હળદર-ધાણા અને મરચાંનો ભૂકો, અથાણા, સંભાર મળીને 33 નમૂના લીધા હતા. પાલિકાના ફૂડ વિભાગના ડેઝીગ્નેટેડ અધિકારી એવા અધિક આરોગ્ય અમલદાર ડો.મુકેશ વૈદ્યની સૂચનાથી ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમે આ સપાટો બોલાવ્યો હતો. કેરીની સિઝનમાં તૈયાર વેચાતા કેરીના રસના 4 તથા મેંગો મિલ્ક શેકના 11 નમૂના લઇ તપાસવા માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. જ્યાં કેરીના રસમાં મીઠાશ વધારવા માટે સેકરીન, રંગ વગેરે નાખવામાં આવ્યા છે કે નહીં તેનું અને મસાલામાં પણ પ્રતિબંધિત રંગ, લાકડાનો ભૂકો નાખ્યો છે કે કેમ તેમજ મસાલામાં પણ ગુણવત્તાનું પ્રમાણ છે કે નહીં તેનું પૃથક્કરણ કરીને પબ્લિક હેલ્થ લેબોરેટરી ફૂડ વિભાગને રિપોર્ટ આપશે.

અન્ય સમાચારો પણ છે...