તસ્કરી:નિવૃત્ત એરફોર્સ અધિકારીના ઘરેથી 4.33 લાખની ચોરી

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અધિકારી પુત્રને મળવા ઓસ્ટ્રેલિયા ગયા હતા
  • પુત્રી પણ પિતા પાસે પહોંચતાં ઘરમાં કોઇ ન હતું

ન્યુ.વીઆઈપી વિસ્તારમાં રહેતા નારાયણ મહોરે છેલ્લા 24 વર્ષથી એરફોર્સમાંથી નિવૃત થયા છે અને નિવૃતિનુ જીવન ગાળે છે. તેઓનો મોટો દિકરો ઓસ્ટ્રેલિયા રહેતો હોવાને કારણે તે પત્ની સાથે ઓસ્ટ્રેલિયા ગયા હતા. પણ ત્યાં તેઓને કોરોના થઈ જતા તેઓએ તેમની દિકરીને પણ ઓસ્ટ્રેલિયા બોલાવી દિધી હતી.

આ દમરિયાન 7 જાન્યુઆરીએ તેમના પાડોશીએ તેઓને ફોન કર્યો હતો કે મકાનમાં ચોરી થઈ છે. ઓસ્ટેલિયાથી આવીને ઘરમા તપાસ કરતા 1.80 લાખની રોકડ ઉપરાંત સોના-ચાંદીના દાગીના હતા તે પણ ચોરો ઉપાડી ગયા હતા આમ કુલ 4.33 લાખની ચોરી ઘરમાં થતા નારાયણ ભાઈએ આ અંગે વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...