તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:43 કરોડ પડાવવા કર્મચારીને જ ડાયરેક્ટર બનાવી દીધો !

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 43 કરોડ પડાવવા કર્મચારીને જ ડાયરેક્ટર બનાવી દીધો !

અબુધાબીની કંપની સાથે સોદો કરી 43 કરોડ ટ્રાન્સફર કર્યા બાદ જૂની 15 કરોડની મશીનરી મોકલવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. જાવેદ મેમણે દુબઈમાં કંપની ખોલી કર્મચારીને ડાયરેક્ટર બનાવી 43 કરોડ ટ્રાન્સફર કરી દીધા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ક્રાઈમ બ્રાન્ચે ડાયરેક્ટરનો હોદ્દો ભોગવતા કર્મચારીને ઝડપી તપાસ શરૂ કરી હતી.

અબુધાબીમાં આવેલી જેનેસિસ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના એમડી જશવિંદરસિંગ ચંદોકે પિતા-પુત્ર ત્રિપુટી સામે 43 કરોડની ઠગાઇની ફરિયાદ નોંધાવતાં જાવેદ હમીદ મેમણની ધરપકડ કરાઇ હતી. પિતા-પુત્રની જોડીએ દુબઈની કંપની સાથે સોદા કરી બેંક ઓફ બરોડામાંથી લોન મેળવી 43 કરોડ પોતાની કંપનીના અલગ-અલગ બેંક ખાતાંમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. તેમણે 15 કરોડની જૂની મશીનરી મોકલી તેનાં બિલ અને રિસીપ્ટ ખોટાં બનાવ્યાં હતાં. ડીસીપી ક્રાઈમ જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાંચના પીઆઇ જાડેજાએ તપાસ કરતાં જાવેદ મેમણે દુબઈની અલ સસાઝે ઇન્ટરનેશનલ ટ્રેડ લિંક નામની કંપનીમાં મોટા વ્યવહારો કર્યા હોવાનું બહાર આવ્યું હતું.

જેથી પોલીસે કંપનીની માહિતી મગાવતાં તેનો ડાયરેક્ટર સુલતાન ગુલાબ ચૌહાણ હોવાનું જણાયું હતું. સુલતાનની તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે, સુલતાન તેના બોસ જાવેદ મેમણની કંપની કેબિસ્કો પ્રા. લિ.માં કામ કરતો હોવાનું બહાર આવ્યું હતું. આરોપીઓએ કંપનીમાં કામ કરતા સુલતાનના નામે દુબઈમાં કંપની ખોલી 43 કરોડ આ કંપનીમાં જમા કરાવી હતી. આ ગુનામાં સુલતાન ગુલાબ ચૌહાણ (સમૃદ્ધિ સોસાયટી, વાઘોડિયા-ખટંબા રોડ)ની ધરપકડ કરી હતી.

શંકાસ્પદ વ્યવહારો અંગે એજન્સીઓને જાણ કરાઈ
તપાસમાં ખૂલ્યું હતું કે, પોતાના કર્મચારીના નામે અને તેને ડાયરેક્ટર બનાવી જાવેદ મેમણે દુબઈમાં કંપની ખોલી હતી અને તેની સાથે મોટી રકમના વ્યવહારો કર્યા હતા. જેથી પોલીસે આ કંપનીએ કરેલા શંકાસ્પદ વ્યવહારો અંગે કાર્યવાહી કરવા ઈડી, ડીઆરઆઇ, જીએસટી, ઈન્કમટેક્સ ઓફિસને પણ જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...