તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 428 Police Personnel officers Infected In 6 Months In Vadodara Experts Guide To Stay Mentally physically Healthy After Corona Release

ઓનલાઇન માર્ગદર્શન:વડોદરામાં છેલ્લા 6 મહિનામાં 428 પોલીસ કર્મચારીઓ-અધિકારીઓ સંક્રમિત, કોરોના મુક્ત થયા બાદ તંદુરસ્ત રહેવા તર્જજ્ઞોએ માર્ગદર્શન આપ્યું

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 9 જૂનથી 13 જૂન સુધી રોજ તબીબી તર્જજ્ઞો દ્વારા ગુગલ મીટના માધ્યમથી ઓનલાઇન માર્ગદર્શન આપ્યું

કોરોના મહામારી દરમિયાન હજારો કોરોના વોરિયર્સ સંક્રમિત થઇ ચૂક્યા છે. જે પૈકી વડોદરા શહેરમાં છેલ્લા 6 મહિનામાં 428 જેટલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ કોરોના સંક્રમિત થયા હતા. આ કર્મચારીઓ અને અધિકારીઓ કોરોના મુક્ત થયા બાદ માનસિક-શારીરિક રીતે તંદુરસ્ત રહી શકે તે માટે 9 જૂનથી 13 જૂન સુધી રોજ તબીબી તર્જજ્ઞો દ્વારા ગુગલ મીટના માધ્યમથી ઓનલાઇન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

માર્ગદર્શન માટે નિષ્ણાત ડોક્ટર્સની ટીમની રચના કરાઇ હતી
વડોદરા શહેર પોલીસ કમિશનર ડો. શમશેરસિંઘની સૂચના અને માર્ગદર્શન હેઠળ કોરોના સંક્રમિત થઇને સાજા થયેલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને તંદુરસ્ત રહેવા માટે કેવા પ્રકારની કાળજી લેવાની જરૂરીયાત છે, તે માટેનું માર્ગદર્શ મળી તે હેતુથી ડો.હિમાંશુ રાણા(એમ.ડી. મેડિસીન), ડો.રીના શાહ(ફિઝિયોથેરાપિસ્ટ), ડો.ચીરાગ બારોટ, ડો. મહેશ સુથાર(સાયક્યાટ્રીસ્ટ) અને ડો. પ્રજ્ઞેશ મહેતા(સાયકોલોજીસ્ટ) સહિતના નિષ્ણાત ડોક્ટર્સની ટીમની રચના કરવામાં આવી હતી.

પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ઓનલાઇન માર્ગદર્શન અપાયુ
આ ટીમ 9 જૂનથી 13 જૂન સુધી 5 દિવસ સુધી રોજ 100 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ઓનલાઇન માર્ગદર્શન પુરૂ પાડીને જરૂરી માહિતી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...