વડોદરામાં 3 સ્થળોએ ચોરી:જયપુર-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાં નિદ્રાધિન મુસાફરનું 4.14 લાખની મત્તા ભરેલા પર્સની ચોરી, બીજા ઘરમાં સૂવા ગયેલા પરિવારના ઘરમાં તસ્કરો ત્રાટક્યા

વડોદરા9 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • પર્સમાં એપ્પલ કંપનીનું કાંડા ઘડિયાળ, મોબાઇલ, સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ હતી

જયપુર-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા નિંદ્રાધિન પરિવારનું સોના-ચાંદીના દાગીના, મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા મળી 4.14 લાખની મત્તા ભરેલું પર્સ ઝૂંટવી અજાણ્યો ગઠિયો નાસી છૂટ્યો હોવાની ફરિયાદ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.

ટ્રેનમાં સુતેલા પરિવારના પર્સમાંથી 4.14 લાખની ચોરી
રાજસ્થાનના રહેવાસી રમેશચંદ્ર જૈન 18 ફેબ્રુઆરીના રોજ પરિવાર સાથે જયપુરથી સુરત પહોંચવા જયપુર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. રાત્રે પરિવાર સુઈ ગયા બાદ બીજા દિવસે સવારે તેમની પત્નીને જાણ થઈ હતી કે, માથા નીચે મૂકેલું હેન્ડપર્સ ગાયબ છે. તે વખતે કોચમાં એક વ્યંઢળ ભિક્ષા માગવા માટે આવ્યો હતો. ફરિયાદીએ તેની ઉપર શંકા ઉપજાવી છે. ચોરી થયેલા પર્સમાં મોબાઇલ, એપલ કંપનીનું કાંડા ઘડિયાળ, સોનાની બંગડી, સોનાનું બ્રેસલેટ, સોનાની વીંટી, 90 હજાર રોકડા અને અગત્યના કાગળો સહિત કુલ 4.14 લાખની મત્તા હતી.

બીજા મકાનમાં ઊંઘવા ગયેલા પરિવારના બંધ મકાનમાંથી 44 હજારની મત્તા ચોરી
વડોદરા શહેર નજીક રણોલી ગામ અન્ય મકાનમાં ઊંઘવા માટે ગયેલા પરિવારના બંધ મકાનને ટાર્ગેટ કરી તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા મળી 44 હજાર ઉપરાંતની ચોરી કરી ફરાર થઈ જવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છેય રણોલી ગામની અંબાજી પોળમાં રહેતા રાજુભાઈ ડાભી ડ્રાઇવિંગ વ્યવસાય સાથે સંકળાયેલા છે. 25 ફેબ્રુઆરીના રોજ તેઓ પરિવાર સાથે નજીકમાં આવેલા પોતાના અન્ય મકાનમાં ઊંઘવા માટે ગયા હતા દરમિયાન બંધ મકાનને નિશાન બનાવી ત્રાટકેલા તસ્કરો મકાનના મુખ્ય દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરી લોક તોડી સોનાની ચેઇન, સોનાની બુટ્ટી, સોનાના પાટલા, ચાંદીના છડા અને રોકડા રૂપિયા 1500 મળી કુલ 44,500 મત્તા ચોરી નાસી છુટ્યો હોવાનું સપાટી પર આવ્યું છે. બનાવ અંગે ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

દુકાનના કાઉન્ટર ઉપર મુકેલો મોબાઇલ ફોન ચોરી શખ્સ ફરાર વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલી દુકાનના કાઉન્ટર ઉપર મૂકેલો 16 હજાર ઉપરાંતની કિંમતનો મોબાઇલ ફોન અજાણ્યો શખ્સ ચોરી ગયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા બાપા સીતારામનગરમાં રહેતા ઇરફાનભાઇ ખોખર વાઘોડિયા રોડ પર આવેલા ગુરુકુળ ચાર રસ્તા પાસે ફૂટપાથ ઉપર ચશ્માનો પથારો કરી ધંધો કરે છે. ગત 16 ડિસેમ્બરના રોજ તેઓ પથારા નજીક મિત્રની દુકાને ગયા હતા અને દુકાનના કાઉન્ટર ઉપર મૂકેલો પોતાનો મોબાઈલ ફોન મળી આવ્યો ન હતો. રૂપિયા 16,490ની કિંમત ધરાવતા મોબાઈલ ફોનની ચોરી કરનાર અજાણ્યા શખ્સ વિરૂદ્ધ તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...