હુકુમ:યુનિવર્સિટીની પરીક્ષામાં કોપી કેસમાં 408 વિદ્યાર્થીઓને સજા કરાઈ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોપી કેસના 1822 કેસમાં શંકાસ્પદ 1047ને કમિટી સમક્ષ બોલાવાયા

એમ.એસ.યુનિવર્સિટીમાં 22 માર્ચ સુધીમાં ઓનલાઇન પરીક્ષા દરમિયાન કુલ 1822 કોપી કેસના કિસ્સા આવ્યા હતા, જેમાંથી 1047 શંકાસ્પદોને અનફેરમિન્સ કમિટી સમક્ષ બોલાવાયા હતા. 408 વિદ્યાર્થીઓને સજા કરવામાં આવી છે જ્યારે 266ને વોર્નિંગ આપી છોડી મૂકવામાં આવ્યા હતા. યુનિ.માં ઓનલાઇન પરીક્ષામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી શંકાસ્પદ હિલચાલ કરતાં નજરે પડ્યા હતા. પરીક્ષાઓ ઓનલાઇન હોવાથી કોપી કેસની સંખ્યામાં પણ વધારો થયો હતો.

પરીક્ષામાં ઘણા યુનિક વિદ્યાર્થીઓ પણ અનફેરમેન્સ કમિટી સમક્ષ આવ્યા હતા, જેમાં 26 વિદ્યાર્થીઓ એવા હતા કે, તેમના આઇકાર્ડ સાથે તેમની ઇમેજ જ મેચ થતી નહોતી. 367 કેસ એવા હતા, જેમાં મલ્ટીપલ ઇમેજ નજરે પડી હતી. 296 વિદ્યાર્થીઓ એવા હતા જેમણે હેડ ફોનનો ઉપયોગ કર્યો હોય તેવું જણાઇ આવ્યું હતું.

24 સ્ટડી મટિરિયલનો ઉપયોગ કરતા હોવાનું જ્યારે જેની ઇમેજ બ્લર દેખાતી હતી તેમાં એકવાર જ આ પ્રકારે ઇમેજ દેખાઇ હોય તેવા કિસ્સામાં 158 વિદ્યાર્થીઓ હતા, બે વારમાં 124, ત્રણ વારમાં 144, ચાર વારમાં 25, પાંચ વારમાં 23, છ વારમાં 15, સાત વારમાં 8 અને આઠ વારમાં 2 વિદ્યાર્થી જણાયા હતા. ત્રણ કે તેથી વધુ વાર જેની ઇમેજ બેન્ક કે બ્લર આવી હોય તેમને સી-ડબલ્યુથી સી 1 સુધીની સજા કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...