તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્કૂલ ચલે હમ:400 સ્કૂલના વિદ્યાર્થીઓ ઓફલાઇન ભણી શકશે

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 2 સપ્ટેમ્બરથી ધો. 6 થી 8ના વર્ગો શરૂ
  • જો કે સ્કૂલોમાં 15થી 20 ટકા હાજરીની શક્યતા

ધોરણ 6 થી 8ની સ્કૂલો ગુરુવાર 2 સપ્ટેમ્બરથી શરૂ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેર-જિલ્લામાં 400 સ્કૂલોના 80 હજાર બાળકોને ઓનલાઇનમાંથી મુક્તિ મળશે. ગત સત્રમાં 18 ફેબ્રુઆરીએ શરૂ થઇ સ્કૂલો શરૂ થઇ હતી માર્ચમાં સેકન્ડ વેવ સમયે સ્કૂલો બંધ કરાઇ હતી. અત્યારે ધોરણ 9 થી 12 ના વર્ગો ચાલી રહ્યા છે તેમાં પણ માંડ 20 ટકા હાજરી થઇ રહી છે જેથી ધોરણ 6 થી 8 માં પણ વિદ્યાર્થીઓની સંખ્યા 15 થી 20 ટકા રહે તેવી શકયતાઓ છે.

શાળાઓમાં 50 ટકા કેપેસિટી સાથે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે. હાલમાં ધોરણ 9 થી12નું શૈક્ષણિક કાર્ય ઓનલાઈન ચાલી રહ્યું છે. સોશિયલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્કના નિયમો પણ પાળવાના રહેશે. સંસ્થાએ હેન્ડ વોશ અને સેનેટાઇઝરની વ્યવસ્થા પૂરી પાડવાની રહેશે. ઓફલાઇન સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશે. કોરોનાની બીજી લહેર હવે ઓસરી રહી છે. ત્યારે ગુજરાત સરકાર ધોરણ 6થી 8ના વર્ગો ફરીવાર શરૂ કરવા માટે સક્રિય થઈ છે.

કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ વચ્ચે સ્કૂલો ઑફલાઈન શરૂ કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓને 50 ટકા કેપેસિટી સાથે ભણાવવામાં આવી રહ્યા છે. વાલીઓને પણ મનમાં ત્રીજી લહેરની ચિંતા સતાવી રહી છે, જેને કારણે બાળકને સ્કૂલમાં મોકલવાનું ટાળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...