કડક કાર્યવાહી:વડોદરાની MSUના 400 છાત્રોને હીયરિંગ વિના કોપીકેસની સજાથી વિરોધ, તમામ પેપર હેડ ફોન લગાવીને આપ્યાં હતાં

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • વિદ્યાર્થીઓને પોતાનો મત રજૂ કરવા દેવા અંગે રજૂઆત

એમ.એસ. યુનિવર્સિટીમાં ઓનલાઇન પરીક્ષામાં કોપી કરતા ઝડપાયેલા 400 વિદ્યાર્થીઓનું હીયરિંગ કરવામાં આવ્યું નહતું. હેડ ફોન લગાવીને તમામ પેપરો આપતા હતા, જે કોપીકેસની કેટેગરીમાં આવે છે, જેથી સીધી સજા કરવામાં આવી હતી. મ.સ.યુનિવર્સિટીમાં 2 વર્ષથી ઓનલાઇન મોડથી લેવામાં આવેલી પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓની કોપી કેસની સંખ્યામાં વધારો થયો છે. વિદ્યાર્થીઓને હેડ ફોનથી પરીક્ષા નહિ આપવા સહિતની સૂચના આપવામાં આવી હોવા છતાં પણ નિયમોનું પાલન કરતા ન હોઇ કોપીકેસ નોંધવામાં આવ્યા હતા.

400 કરતાં વધારે વિદ્યાર્થીઓ કે જેમણે તમામ પેપર હેડ ફોન પહેરીને આપ્યા હતા તેમને સી પ્લસ વન એટલે કે એક પરીક્ષા નહિ આપવાની સજા અનફેરમેન્સ કમિટી દ્વારા કરવામાં આવી છે. જેના વિરોધમાં એનએસયુઆઇ દ્વારા સોમવારે યુનિવર્સિટી વડી કચેરી ખાતે રજૂઆતો કરાઈ હતી. એનએસયુઆઇ પ્રમુખ વ્રજ પટેલે જણાવ્યું હતું કે, મોટાભાગના વિદ્યાર્થીઓને બોલાવ્યા વગર જ તેમની સજા નક્કી કરી દેવામાં આવી છે, જે ગેરવ્યાજબી છે. જે વિદ્યાર્થીઓ પર કોપીકેસ કરવામાં આવ્યો છે તેમને પોતાની વાત મૂકવાનો અધિકાર છે, પણ તેની જગ્યાએ તેમને સાંભાળ્યા વગર જ સીધી સજા જાહેર કરી દેવામાં આવી છે જે યોગ્ય નથી. એનએસયુઆઇ દ્વારા માગણી કરવામાં આવી હતી કે, જે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા નથી તેમનું હીયરિંગ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને તેમની વાત રજૂ કરવાની તક આપવામાં આવે.

600 માંથી 400 વિદ્યાર્થીઓએ દરેક પેપરમાં હેડ ફોન પહેર્યો હતો
હેડ ફોન સાથે પરીક્ષા ન આપી શકાય તેવી સૂચના અપાઈ હતી. જોકે 600 વિદ્યાર્થીઓએ હેડ ફોન પહેર્યો હતો, જેમાંથી 200 વિદ્યાર્થીએ એક કે બે પેપરમાં જ હેડ ફોન પહેર્યો હોવાનું જણાતાં તેમને છોડી દેવાયા હતા.જ્યારે 400 વિદ્યાર્થીઓએ તમામ પેપર હેડ ફોન સાથે આપ્યાં હતાં, જેથી તેઓ કસૂરવાર ઠર્યા હતા.

પરીક્ષામાં 4 માપદંડ મુજબ સજા

  • વિદ્યાર્થીએ હેડ ફોન પહેર્યો હોય તેવા કિસ્સામાં.
  • એક કરતાં વધારે વ્યક્તિ સ્ક્રીનમાં દેખાય તેવા કિસ્સામાં.
  • મટિરિયલ સાથે પરીક્ષા આપતા વિદ્યાર્થીને સજા કરાય.
  • પરીક્ષા આપતા વિદ્યાર્થીનો ફોટો ન દેખાય તેવા કિસ્સામાં.
અન્ય સમાચારો પણ છે...