વિદેશી દારૂ ઝડપાયો:વડોદરાની ગોલ્ડન ચોકડી પાસે હોટલના કમ્પાઉન્ડમાં ઉભેલા ટેમ્પોમાંથી 400 પેટી દારૂ-બિયર પકડાયું

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડવામાં આવ્યો હતો. - Divya Bhaskar
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડવામાં આવ્યો હતો.
  • પોલીસે દારૂ, ટેમ્પો સહિત ડ્રાઈવરને ઝડપી લઈ ગુનો નોધ્યો

વડોદરાની ગોલ્ડન ચોકડી પાસે હોટલના કમ્પાઉન્ડમાં ઊભેલી બંધ બોડીની ટેમ્પોમાં વિદેશી દારૂનો જંગી જથ્થો હોવાની માહિતીના આધારે સ્ટેટ વિજિલન્સ સ્કવોર્ડે દરોડો પાડ્યો હતો. જેમાં રૂપિયા 18 લાખ ઉપરાંતનો વિદેશી દારુ અને બિયરનો જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, અગાઉ સિટી પોલીસ મથક અને મકરપુરા પોલીસ મથકની હદમાં સ્ટેટ વિજિલન્સ સ્કવોર્ડે દરોડો પાડી જંગી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

બાતમીના આધારે બંધ બોડીના ટેમ્પોમાંથી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો હતો.
બાતમીના આધારે બંધ બોડીના ટેમ્પોમાંથી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો હતો.

400 પેટી દારૂ મળ્યો
મળેલી માહિતી પ્રમાણે સ્ટેટ વિજિલન્સ સ્ક્વોર્ડને ગોલ્ડન ચોકડી પાસેની એક હોટલના કમ્પાઉન્ડમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ભરેલો એક ટેમ્પો હોવાની ચોક્કસ માહિતી મળી હતી. જે માહિતીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો. પોલીસે તપાસ કરતા ટ્રકમાંથી 400 પેટી ઉપરાંત વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવતા પોલીસ તંત્ર પણ ચોંકી ગયું હતું. હરણી પોલીસ મથકની હદમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાતા હરણી પોલીસ ચર્ચામાં આવી છે.

દારૂ અને બિયરની 400થી વધુ પેટી ઝડપાઈ હતી
દારૂ અને બિયરની 400થી વધુ પેટી ઝડપાઈ હતી

ટેમ્પો ચાલક ઝડપાયો
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વિદેશી દારૂના જંગી જથ્થા સાથે ટેમ્પો ચાલક અશોકસિંઘની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. આ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચતો કરવામાં આવનાર હતો. તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર દ્વારા વિદેશી દારૂ અને આરોપીને હરણી પોલીસ મથકના હવાલે કરી ફરિયાદ નોંધાવી છે. હરણી પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ગોલ્ડન ચોકડી ટોલ નાકે રાત્રે 12-45 વાગે ટેમ્પો પસાર થયો,પકડ્યો સવારે 6.30 વાગે
પોલીસે શરૂ કરેલી તપાસમાં મોનીટરીંગ સેલ દ્વારા ઝડપાયેલો ટેમ્પો ટોલ ટેક્ષ પ્લાઝા ઉપર 10 મીની મધ્ય રાત્રિ બાદ બરાબર 46 મિનિટે એટલે કે પોણા વાગે હાલોલ તરફથી આવ્યો હતો. ત્યારે માંડ બે કિલોમીટર દૂર હોટલ માજી સા ઉપર પહોંચ્યો હતો અને મોનીટરીંગ સેલે સવારે 6.30 વાગે પકડ્યો હતો જેને લઇ સવાલો ઊભા થયા છે કે બાતમી મુજબનો ટેમ્પો મધ્ય રાત્રિએ આવી ગયો હતો તો પછી મોનિટરીંગ સેલે સવાર ના 6.30 સુધી કેમ રાહ જોઈ ? તે સવાલ ગૂંચ ઉભી કરે છે.

હરણી પોલીસ મથકની ફરિયાદમાં 6 મોટાં માથાં
સ્ટેટ મોનીટરીંગ સેલની પ્રેસનોટ મુજબ ચાલક અશોક સીંગને 18 લાખના દારૂ સાથે ઝડપ્યો હોવાનુ જણાવી 6 આરોપીને ફરાર જાહેર કરાયા છે. જેમાં વિનોદ સિંધી, ભરત ડાંગી, નારાયણ સિંગ, લાલચંદ ખનાની, સુનીલ અદો સિંધી, ગોપાલ ઉર્ફે ગણેશનો સમાવેશ થાય છે. જે તમામ આરોપીઓ લિસ્ટેડ હોવાનુ જણાવ્યુ છે.

ચાલક કહે છે કે, ઉદયપુરથી સોનુ અને ગોપાલ માટે દારૂ લાવ્યો હતો
હરણી પોલીસ મથકે ટેમ્પા ચાલક અશોકની પૂછપરછમાં જણાવ્યું છે કે 9મીના રોજ ગોપાલ મારવાડીનો માણસ આવ્યો હતો અને ગોલ્ડન ચોકડી ટેમ્પો લઈ જવા કહ્યું હતું. 10મીની રાત્રે 8.20 વાગ્યે ગોપાલને બે વાર ફોન કર્યા ત્યારે ગોપાલે દારૂ ભરેલો ટેમ્પો ગોલ્ડન ચોકડી લઈ આવ, મારો માણસ લેવા આવશે તેમ કહ્યુ હતું. હું ગોપાલના માણસની રાહ જોતો હતો ત્યારે પોલીસે મને પકડ્યો હતો એમ જણાવ્યું હતું. જો કે ફરિયાદમાં ગોપાલ સાથે અન્યના નામ હોવાથી શંક ઉપજી છે.