કેન્દ્ર સરકાર દ્વારા 2022ના બજેટમાં ક્રિપ્ટો કરન્સીને લીગલ જાહેર કરી 30 ટકા ટેક્સ વસૂલવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ 7 માર્ચે ક્રિપ્ટોમાં લે વેચ કરનાર કેવાયસી મેન્ટેન ન કરે અને તેમાં થયેલું ડીલિંગ પ્રકાશમાં આવશે તો તેને મની લોન્ડરિંગ ગણી કાર્યવાહી થશે, તેવી જાહેરાત કરાતાં રોકાણકારોમાં ફફડાટ ફેલાયો છે.
શહેરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મુજબ શહેર-જિલ્લામાંથી ક્રિપ્ટો કરન્સીમાં 250થી 300 કરોડ ઉપરાંત થાય છે, જ્યારે 50 હજાર જેટલા રોકાણકારો હોવાનું મનાય છે. સરકારે ટેક્સ માટેનો ગાળિયો કસતાં નાના રોકાણકારોમાં ચિંતા ફેલાઇ છે. બીજી તરફ મોટાગજાના રોકાણકારોએ તેનો વિકલ્પ શોધી લીધો છે.
કેન્દ્ર સરકારે ક્રિપ્ટો કરન્સીમાં ડીલ કરનાર, ઇન્ડિયન એક્સચેન્જ તેમજ બ્રોકરોને વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ ગણી ડિજિટલ એક્સચેન્જને એક કરન્સીમાંથી બીજી કરન્સીમાં ટ્રાન્સફર થવાની ઘટનાને મની લોન્ડરિંગ ગણવાની જાહેરાતથી 7 વર્ષ કેદની સજાની જોગવાઈ કરાઈ છે. અનેક લોકો ક્રિપ્ટો કરન્સીમાં ૩૦ ટકા ટેક્સ ભરી રહ્યા છે તેમજ 1 ટકા ટીડીએસ કપાય છે.
જે લોકો કોઈ પણ જાતના દસ્તાવેજ વગર ડાયરેક્ટ ઓનલાઇન ટ્રાન્જેક્શન કરે છે તેમને ભવિષ્યમાં મુશ્કેલી સર્જાશે. એફજીઆઇના કમિટી મેમ્બર અને સીએ સંજીવ શાહે કહ્યું કે, શહેરના 50 હજાર પૈકી 80 ટકા એટલે કે 40 હજાર જેટલા રોકાણકારો નવા કાયદાને પગલે વિદેશી એક્સચેન્જ પર શિફ્ટ થયા છે. જેન્યુઇન લોકો ટેક્સ ભરે છે, જ્યારે કેટલાકે શેરબજારની વાટ પકડી છે.
એફજીઆઈ ચર્ચાસત્ર યોજવાનું હતું, પણ હજુ ક્લેરિટી નથી આવી
સરકાર દ્વારા ક્રિપ્ટો કરન્સીને માન્યતા આપવા અંગે જાહેરાત થયા બાદ એફજીઆઈ ચર્ચાસત્ર યોજવાનું હતું, પણ કેટલીક વિસંગતતાને કારણે શક્ય નથી બન્યું. સરકાર દ્વારા નવા નિયમો અંગે ક્લેરિટી નથી આવી. > પ્રેમલ દવે, જનરલ સેક્રેટરી એફજીઆઈ
લુના અને એફટીએચમાં છેલ્લા છ મહિનામાં ઝીરો બેલેન્સ થઈ ગયું
વડોદરાના અનેક લોકોના ક્રિપ્ટો કરન્સી લુના અને એફડીએક્સમાં 3 મહિના અને 6 મહિના દરમિયાન 50 ડોલર અને 260 ડોલરના ઝીરો ડોલર કિંમત થતાં જંગી નુકસાન થયું છે. લોકો હવે શેર બજાર તરફ વળતા થયા છે. > ડીએમ પટેલ, ક્રોપ ટોપ કન્સલ્ટન્ટ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.