તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંકટ:વડોદરાની મેટ્રો હોસ્પિટલમાં 50 બેડની કોવિડ સારવાર સુવિધા ઊભી કરાશે, તબક્કાવાર બેડની સુવિધા 300 સુધી લઈ જવાશે

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશભાઈ પટેલે મટ્રો હોસ્પિટલની મુલાકાત લીધી હતી - Divya Bhaskar
નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશભાઈ પટેલે મટ્રો હોસ્પિટલની મુલાકાત લીધી હતી
  • નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશભાઈ પટેલે મટ્રો હોસ્પિટલની મુલાકાત લીધી
  • ફાયર એન.ઓ.સી સહિત જરૂરી તમામ મંજૂરીઓ મેળવી લેવા મંત્રીએ સૂચના આપી

નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશ પટેલે આજે ભાજપ પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ સાથે થયેલા પરામર્શ મુજબ હરણી સ્થિત મેટ્રો હોસ્પિટલ કેમ્પસની, ડેપ્યુટી મ્યુનિનિસિપલ કમિશનર ધીરેન તળપદા, કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણ, ધાર્મિક દવે, સબ સ્ટેશન ફાયર ઓફિસર એચ.પી. પુવાર સાથે મુલાકાત લીધી હતી. મેટ્રો હોસ્પિટલના સહયોગથી પ્રથમ માળે જનરલ વોર્ડમાં પ્રારંભિક તબક્કે 50 બેડની કોવિડ સારવાર સુવિધા ઊભી કરવામાં આવશે. એટલું જ નહીં તબક્કાવાર આ હોસ્પિટલમાં પથારીની સંખ્યા 250થી 300 સુધી લઈ જવામાં આવશે તેમ નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશ પટેલે જણાવ્યું હતું.

એક જ અઠવાડિયામાં અહીં જરૂરી તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મેટ્રો હોસ્પિટલમાં હાલમાં બીજા માળે 28 રૂમ અને ત્રીજા માળે 28 બેડ સાથે આઇ.સી.યુની સુવિધા ઉપલબ્ધ છે. હોસ્પિટલમાં જરૂરી નર્સિંગ સ્ટાફ ઉપરાંત પાયાની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. આ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે જરૂરી તમામ સુવિધાઓ ઉભી કરવા માટે ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવ અને મ્યુનિ.કમિશનર પી.સ્વરૂપ સાથે ચર્ચા વિચારણા કરી છે. એક જ અઠવાડિયામાં અહીં જરૂરી તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવશે.અને કોરોના દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવશે, જેથી સરકારી હોસ્પિટલો પરનું ભારણ ઘટશે.

જનરલ વોર્ડમાં પ્રારંભિક તબક્કે 40 બેડની કોવિડ સારવાર સુવિધા ઊભી કરવામાં આવશે
જનરલ વોર્ડમાં પ્રારંભિક તબક્કે 40 બેડની કોવિડ સારવાર સુવિધા ઊભી કરવામાં આવશે

ફાયર એન.ઓ.સી સહિત જરૂરી તમામ મંજૂરીઓ મેળવી લેવા સૂચના
રાજ્ય મંત્રીએ હોસ્પિટલના વહીવટદાર ડો. રાજીવ ત્યાગીને હોસ્પિટલમાં ફાયર એન. ઓ.સી સહિત જરૂરી તમામ મંજૂરીઓ સત્વરે મેળવી લેવા સૂચના આપી હતી. હોસ્પિટલના વહીવટદાર ડો.રાજીવ ત્યાગીએ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે મંત્રીને વાકેફ કર્યાં હતા. જ્યારે ખૂટતી સુવિધાઓ ઉભી કરવા જણાવ્યું હતું. તેના ભાગરૂપે આગામી દિવસોમાં અહીં પ્રવાહી ઓક્સિજનના સંગ્રહ માટેની ટાંકી બનાવવાની સાથે ઓક્સિજન પૂરો પાડવા માટે જરૂરી લાઈન બિછાવવાનું કામ પૂરું કરાશે.આગામી ત્રણથી પાંચ દિવસમાં આ સુવિધા કાર્યરત કરી દેવામાં આવશે.

ફાયર એન.ઓ.સી સહિત જરૂરી તમામ મંજૂરીઓ મેળવી લેવા મંત્રીએ સૂચના આપી હતી
ફાયર એન.ઓ.સી સહિત જરૂરી તમામ મંજૂરીઓ મેળવી લેવા મંત્રીએ સૂચના આપી હતી
મટ્રો હોસ્પિટલ
મટ્રો હોસ્પિટલ
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો