તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વોકલ ફોર લોકલ:ગુજરાતના પર્યટનના પ્રચાર માટે 4 યુવકો આજે ચાંપાનેર પહોંચશે

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યનાં તમામ અજાણ્યાં સ્થળોએ ફરીને પ્રચાર કરશે

ગુજરાતમાં ઘરેલુ પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે પર્યટન ઉદ્યોગમાં કામ કરતા સુરતના 3 અને મુંબઇના એક યુવાને સમગ્ર ગુજરાતનો કાર પ્રવાસ કરવાનો પ્રારંભ કરી દીધો છે. આ યુવાનો બુધવારે ચાંપાનેર હેરિટેજ સાઇટ પર પહોંચશે.

આ યાત્રાને યુવાનોએ વોકલ ફોર લોકલ- માય ગુજરાત નામ આપ્યું છે અને વિવિધ સોશિયલ મીડિયા પર આ નામના પેજ અને અકાઉન્ટ બનાવીને ગુજરાતના જાણ્યા-અજાણ્યા સ્થળોના ફોટોગ્રાફ્સ, લોકેશન સહિતની માહિતી મૂકીને પ્રચાર કરી રહ્યાં છે. આ પ્રવાસમાં આ યુવાનો 14 દિવસમાં 3500 કિમીનો ગુજરાતભરમાં પ્રવાસ કરશે.

સુરતના રાજીવ શાહ (ઉવ.57) અને સંજય પટેલ (ઉવ.46) અમદાવાદના થોમસ કોશી (ઉવ.49) અને મુંબઇના પવન દુબે (ઉવ.39) સુરતથી 23મી ઓગસ્ટે નીકળ્યા હતા.

આ વિશે રાજીવ શાહે જણાવ્યું કે, ‘હાલમાં ગુજરાતના ટુરિઝમને પ્રમોટ કરવાની જરૂર છે. ખાસ કરીને ગુજરાતમાં જ રહેતા હોય તેવા લોકોને ગુજરાતના જ સંખ્યાબંધ પ્રવાસન સ્થળો વિશે માહિતી નથી.

અન્ય સમાચારો પણ છે...