તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:કારેલીબાગમાં દારૂની મહેફિલ માણતાં 4 યુવક ઝડપાયા

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મ.સ.યુનિ.ના વિદ્યાર્થીઓએ મિત્રનો જન્મદિન હોવાથી પાર્ટી યોજી હતી

કારેલીબાગમાં જલારામ મંદિર પાસે આવેલા જલાધામ ડુપ્લેક્સમાં મંગળવારે રાત્રે 11 વાગે દરોડો પાડી દારૂની મહેફિલ માણતાં 4 યુવકો ઝડપાયા હતા. યુવકો મ.સ.યુનિ.ના વિદ્યાર્થીઓ હોવાનું અને બર્થ ડે પાર્ટી માટે મહેફિલનું આયોજન કર્યું હોવાનું પોલીસે જણાવ્યું છે.જલાધામ ડુપ્લેક્સના એક મકાનમાં બાતમીથી પોલીસે દરોડો પાડતાં 4 યુવકો દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા હતા. પોલીસે દારૂની મહેફિલ માણી રહેલા નીતિરાજસિંહ નટવરસિંહ રાજપૂત, રોહિત રાજકુમાર ડાંગર, રિષભ રાજેન્દ્ર ઝા અને રાઘવેન્દ્રસિંઘ રઘુરાજસિંહ રાઠોડને ઝડપી લીધા હતા. તપાસમાં જણાયું હતું કે, રાઘવેન્દ્રસિંગ રાઠોડ આ મકાનમાં ભાડેથી રહેતો હતો. ચારે મિત્રો યુનિ.માં અભ્યાસ કરે છે. મિત્રનો બર્થ ડે હોવાથી પાર્ટી કરવા ભેગા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...