તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:4 વર્ષના બાળ દર્દીએે 2 મહિનામાં એકસાથે 5 રોગને હરાવ્યા, SSGના સ્ટાફે કેક કાપીને ડિસ્ચાર્જ આપ્યો

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
એસએસજીમાં પીડિયાટ્રિક વોર્ડમાં બે મહિને બાળકને કેક કાપી ડિસ્ચાર્જ આપ્યો હતો. - Divya Bhaskar
એસએસજીમાં પીડિયાટ્રિક વોર્ડમાં બે મહિને બાળકને કેક કાપી ડિસ્ચાર્જ આપ્યો હતો.
  • વેન્ટિલેટર પર રખાયા બાદ 47 દિવસે હલન ચલન કરતા તબીબોની હિંમત વધી

શહેરની સયાજી હોસ્પિટલમાં દાખલ થયેલા 4 વર્ષના બાળકને એક મહિના સુધી વેન્ટિલેટર પર રાખી તેની પાંચ જેટલી બીમારીની સારવાર કરવામાં આવી હતી. બે મહિના જેટલો સમય પીડિયાટ્રિક વિભાગમાં રહ્યા બાદ તેને ડિસ્ચાર્જ આપવામાં આવતા પીડિયાટ્રિક વિભાગના સ્ટાફે કેક કાપી ઉજવણી કરી હતી. સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના હેડ ડો. શીલા ઐયરે જણાવ્યું હતું કે ઝાલોદના 4 વર્ષના બાળકને એપ્રિલના બીજા અઠવાડિયા સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. શરૂઆતથી જ તેને વેન્ટિલેટર પર રખાયો હતો.

બાળકને શુ પરેશાની છે તે અંગે વિભાગ દ્વારા નિદાન કરવામાં આવ્યું હતું. જેમાં ડીપ્થેરિયા રોગનું ઇન્ફેક્શન નીકળ્યું હતું. ઇન્ફેક્શન શરીરમાં ફેલાતા ઇન્ફ્લેમેશન થયું હતું. ત્યારબાદ તપાસમાં માયોકારડાઇટીસ રોગ હોવાનું રિપોર્ટમાં આવતા તબીબોએ બાળકના ગળાના ભાગેથી નમૂના લીધા હતા. ત્યારબાદ તેને એક્યુટ કિડની ફેલિયર હોવાનું પણ જાણવા મળતા તબીબો ચોંકી ઉઠ્યા હતા. બાળક સતત વેન્ટિલેટર પર હતું અને જાતે શ્વાસ લઈ શકતું નહતું. એક મહિના સુધી તેનામાં કોઈ હલનચલન જોવા મળ્યું નહતું. જેના કારણે તબીબોની ચિંતા વધી હતી.

જોકે આ પછીની તપાસમાં બાળકને ગુલેન બારે સિન્ડ્રોમ ડિટેકટ થતા તબીબોએ તેની પણ સારવાર શરૂ કરવામાં આવી હતી. તબીબોએ શ્વાસનળીમાં કાણું પાડી તેને ઓક્સિજન આપવામાં આવતો હતો. તેને મોંઘાદાટ આઈવીઆઈજી ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા. એ સારવાર હજી ચાલી જ રહી હતી ત્યાં તો તેને ન્યુમોથોરેકસ નામનો રોગ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આ તમામ રોગોની સારવાર દરમ્યાન 47 દિવસે બાળકે હલન ચલન કર્યુ હતું. જેને જોઈને તબીબી સ્ટાફ અને તેના માતા પિતાને હિંમત આવી હતી. ત્યારબાદ તેને વેન્ટિલેટર પરથી હટાવી નોર્મલ બેડ પર મુકવામાં આવ્યા હતા. રિકવરી આવતા અને બાળકના મસલ્સ સ્ટ્રોંગ થતા તેને ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...