તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે પર 4 વર્લ્ડ રેકોર્ડ, 1.10 લાખ થેલી સિમેન્ટ અને 500 ટન બરફથી 2 કિમી રસ્તો બન્યો

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
1250 લોકો કામમાં જોડાયા, 1.50 લાખ લિટર HSDનો વપરાશ થયો, 1.30 લાખ કિલો ડોએલ બાર-ટી બાર વપરાયા, 1500 ટન ફ્લાય એશને મિક્સ કરાઇ, 80,000 કિલોગ્રામ મિકસરનો ઉપયોગ થયો, રૂ 3 કરોડના ખર્ચે 24 કલાકમાં જ 2 કિમી એક્સપ્રેસ વે તૈયાર - Divya Bhaskar
1250 લોકો કામમાં જોડાયા, 1.50 લાખ લિટર HSDનો વપરાશ થયો, 1.30 લાખ કિલો ડોએલ બાર-ટી બાર વપરાયા, 1500 ટન ફ્લાય એશને મિક્સ કરાઇ, 80,000 કિલોગ્રામ મિકસરનો ઉપયોગ થયો, રૂ 3 કરોડના ખર્ચે 24 કલાકમાં જ 2 કિમી એક્સપ્રેસ વે તૈયાર
 • મનુબાર-સાંપા-પાદરા રોડ પર રોડની કામગીરીમાં 1.10 લાખ સિમેન્ટની થેલીનો ઉપયોગ

દિલ્હી-વડોદરા-મુંબઇ એક્સપ્રેસ વેના ભરૂચ-વડોદરા જિલ્લામાંથી પસાર થતાં મનુબાર-સાંપા-પાદરા રોડના 63 કિમીના ભાગ પર મંગળવારે સવારે હાઇવે બાંધકામને લગતા ચાર નવા વર્લ્ડ રેકોર્ડ સર્જાયા હતા. કુલ 2 કિમી લાંબા અને 18.75 મીટર પહોળો રસ્તો બનાવવા માટે 24 કલાકમાં 1.10 લાખ સિમેન્ટની થેલી( 5.5 હજાર ટન), 500 ટન બરફ વપરાયો, રૂ.3 કરોડના ખર્ચે થયો છે. આ વર્લ્ડ ક્લાસ કક્ષાના એક્સપ્રેસ વેનું નબીપુરથી 7 કિમી દૂરના મનુબાર ગામ પાસે નિર્માણ કરાયું હતું. એક્સપ્રેસ હાઇવેની કામગીરીમાં ક્રોકીટ બનતી હોય તાપમાન ખુબ વધી જાય છે, જેના કારણે રોડમાં તિરાડો પડી જતી હોય છે. જેથી તાપમાન ઘટાડવા માટે તેમાં બરફ નાખવામાં આવે છે, જેથી તિરાડો પડતી નથી.

રેકોર્ડની નોંધ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડસમાં કરાઇ
આ ચાર વર્લ્ડ રેકોર્ડ પૈકીનો પહેલો રેકોર્ડ સૌથી વધુ 12 હજાર સિમેન્ટ કોન્ક્રિંટના ઉત્પાદનનો, બીજો તેના વપરાશનો, ત્રીજો એક ફૂટ જાડા અને 18.75 મીટર પહોળા એક્સપ્રેસ વેના નિર્માણનો, ચોથો સૌથી વધુ રિજિડ પેવમેન્ટ ક્વોલિટીને સૌથી વધુ વિસ્તારમાં ફેલાવવા( 2 કિમી) માટે સ્થપાયો હતો. આ રેકોર્ડની નોંધ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડસમાં કરાઇ છે. આ તમામ વર્લ્ડ રેકોર્ડ હાઇવે નિર્માણ, મેન્ટેનન્સની અગ્રણી વડોદરાની કંપની પટેલ ઇન્ફ્રાસ્ટ્રકચર દ્વારા 24 કલાકના સમયગાળામાં કરેલી કામગીરી માટે નોંધાયા છે. આ કામગીરી 24 કલાકમાં કરાઇ હતી.

આ કામગીરી દેશનો માઇલ સ્ટોન જે સમગ્ર દુનિયા માટે બેન્ચમાર્ક
પટેલ ઇન્ફ્રાસ્ટ્રકચર લિ.નાં ​​​​​એમડી,અરવિંદ પટેલ એ જણાવ્યુ કે, ભારતના માર્ગ બાંધકામ ક્ષેત્રે આ ગંજાવર કામ મોટી સિદ્ધિ છે. 15થી 20 વર્ષમાં તોડી ન શકાય તેવો આ રેકોર્ડ દુનિયામાં માઇલ સ્ટોન છે અને લોકો માટે બેન્ચ માર્ક સેટ કરાયો છે. પ્લાન્ટમાં કલાકનો 840 ક્યુબિક મીટર સિમેન્ટ કોન્ક્રિટ તૈયાર થાય છે.

આ વર્લ્ડ ક્લાસ કક્ષાના એક્સપ્રેસ વેનું નબીપુરથી 7 કિમી દૂરના મનુબાર ગામ પાસે નિર્માણ કરાયું
આ વર્લ્ડ ક્લાસ કક્ષાના એક્સપ્રેસ વેનું નબીપુરથી 7 કિમી દૂરના મનુબાર ગામ પાસે નિર્માણ કરાયું

રેકોર્ડની નોંધ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડસમાં કરાઇ
આ ચાર વર્લ્ડ રેકોર્ડ પૈકીનો પહેલો રેકોર્ડ સૌથી વધુ 12 હજાર સિમેન્ટ કોન્ક્રિંટના ઉત્પાદનનો, બીજો તેના વપરાશનો, ત્રીજો એક ફૂટ જાડા અને 18.75 મીટર પહોળા એક્સપ્રેસ વેના નિર્માણનો, ચોથો સૌથી વધુ રિજિડ પેવમેન્ટ ક્વોલિટીને સૌથી વધુ વિસ્તારમાં ફેલાવવા( 2 કિમી) માટે સ્થપાયો હતો. આ રેકોર્ડની નોંધ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડસમાં કરાઇ છે. આ તમામ વર્લ્ડ રેકોર્ડ હાઇવે નિર્માણ, મેન્ટેનન્સની અગ્રણી વડોદરાની કંપની પટેલ ઇન્ફ્રાસ્ટ્રકચર દ્વારા 24 કલાકના સમયગાળામાં કરેલી કામગીરી માટે નોંધાયા છે. આ કામગીરી 24 કલાકમાં કરાઇ હતી.

સતત 24 કલાક સુધી પેવમેન્ટ ક્વોલિટી કોન્ક્રિંટિંગ મશીન વડે પ્લાનિંગ અને સંવાદિતા સાધીને કામગીરી શક્ય બની
ગોલ્ડન બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડના ઓબ્ઝર્વર ડો. મનીષ વિશ્નોઇએ જણાવ્યું હતું કે, સતત 24 કલાક સુધી પેવમેન્ટ ક્વોલિટી કોન્ક્રિંટિંગ મશીન વડે પ્લાનિંગ અને સંવાદિતા સાધીને જ આ કામગીરી શક્ય બની છે, જેના માટે તેમની વર્લ્ડ રેકોર્ડસમાં નોંધ લેવાઇ છે. જે હિસ્સામાં આ એક્સપ્રેસ વે બન્યો છે તે મૂળ જમીનથી 15 ફૂટ જેટલી ઊંચાઇએ છે.

રૂ. 20 કરોડના એક એવા 3 મશીનનો ઉપયોગ
દુનિયાભરમાં એક સાથે 16 મીટર પહોળો એક્સપ્રેસ વે તૈયાર કરવા માટેના કોંક્રિટ લેયર મશીન વપરાય છે. પણ 18.75 મીટર પહોળા રસ્તાનું કામ હોવાથી પટેલ ઇન્ફ્રાસ્ટ્રકચરે રૂ. 20 કરોડના મશીન જર્મનીથી વિશેષ ઓર્ડર આપીને ખરીદાયુ છે . દિલ્હી-વડોદરા-મુબંઇ એક્સપ્રેસ વેનો પટેલ ઇન્ફ્રાં કંપની 63 કિમી લાંબા હિસ્સાનું બાંધકામ કરશે.

આ રેકોર્ડની નોંધ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડસમાં કરાઇ
આ રેકોર્ડની નોંધ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડસમાં કરાઇ

2.1 કિલોના, 32 એમએમના દર 4.5 મીટરે ડોએલ બાર
હાઇવેની મજબૂતી ટકે તે માટે રસ્તો બનાવતા દરમિયાન 2.1 કિલોના 32 એમએમના ડોવેલ બાર (લોંખંડના દંડા) દર 4.5 મીટરે નંખાયા છે. 62 હજાર જેટલા ડોવેલબાર અને ટાઈ બાર આડા અને ઊભા બંને અંતરમાં 61 હજારથી વઘુ નંખાયા છે. રસ્તાને લોખંડી મજબૂતી આપવાના ભાગરૂપે તેને નંખાયા હોવાનું કંપનીએ જણાવ્યું હતું.

1250 લોકો કામગીરીમાં જોડાયા હતા
-115 ટીપર્સ ટ્રકનો માલસમાન માટે વપરાયા
-300 લોકો મિકેનિકલ વિભાગના કાર્યરત રહ્યાં
-250 લોકોએ પ્રોડક્શન યુનિટમાં કામ કર્યું
-1,50,000 લિટર એચએસડીનો વપરાશ થયો
-5,00,000 કિલોગ્રામ બરફનો ઉપયોગ થયો
-1,30,000 કિલો ડોએલ બાર-ટી બાર વપરાયા
-5000 ટન સિમેન્ટ આ કામગીરીમાં વપરાયો
-1500 ટન ફ્લાય એશને મિક્સ કરવામાં આવી
-80000 કિલોગ્રામ મિકસરનો ઉપયોગ થયો

આ 5 તબક્કામાં જમીન પરથી ઉપર બને છે એક્સપ્રેસ વે
-સૌથી પહેલા જમીનને સમથળ બનાવાય છે.
-500 MM સબગ્રેડ મિકસરનું પડ પથરાય છે.
-150 MMનો ગ્રેન્યૂએલ સબ બેઝ બનાવાય છે.
-150 MMનો ડ્રાય લિંક કોંન્ક્રીટને પથરાય છે.
-સૌથી છેલ્લે 300 MMનું પેવમેન્ટ ક્વોલિટી કોન્ક્રીટનું સૌથી ઉપરનું પડ (300 MM = 1 ફૂટ)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો