તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:રાજસ્થાનથી દારૂ સપ્લાય કરતા વિપુલ ચાવડા સહિત 4 પકડાયા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાદરવા, વડુ અને માંજલપુર સહિતના ગુનામાં વોન્ટેડ હતો
  • ટોળકી મંગલવાડા ગામમાં મકાન ભાડે રાખી રહેતા હતા

ભાદરવા અને વડુ પોલીસ સ્ટેશનમાં તથા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનમાં દારુના ગુનામાં વોન્ટેડ બુટલેગર વિપુલ જશવંતસિંહ ચાવડા અને તેના સાગરીતો રાજસ્થાનના ચિતોડ પાસેના મંગલવાડા ગામમાં છુપાઇને ત્યાંથી ગુજરાતમાં દારુની હેરાફેરી કરતાં હતા ત્યારે જીલ્લા એલસીબી પોલીસે મંગલવાડા ગામમાં દરોડો પાડી બુટલેગર ટોળકીને ઝડપી લીધી હતી.શંકરપુરાનો વોન્ટેડ નામચીન બુટલેગર વિપુલ જશવંતસિંહ ચાવડા તથા તેના સાગરીતો ઘનશ્યામ ઉર્ફે ગનો વિઠ્ઠલભાઇ માળી, છત્રસિંહ ભગતસિંહ સોલંકી તથા પિન્ટુ ઉર્ફે ભાસ્કર કુલકર્ણી રાજસ્થાનના ચિતોડ પાસેના મંગલવાડા ગામમાં ભાડાનું મકાન રાખીને દારુનો જથ્થો ગુજરાતમાં ઘુસાડી રહ્યા છે તેવી બાતમીથી દરોડો પડાયો હતો.

બૂટલેગર વિપુલ ચાવડા આણિ મંડળી વોન્ટેડ હતી
વિપુલ જશવંતસિંહ ચાવડા વડુના 1, ભાદરવાના 1 તથા માંજલપુર પોલીસ સહિતના 4 ગુનામાં વોન્ટેડ હતો જયારે ઘનશ્યામ ઉર્ફે ગનો માળી વડુ પોલીસમાં છત્રસિંહ ભગતભાઇ સોલંકી પાદરામાં નોંધાયેલા ગુનામાં જયારે પિન્ટુ ઉર્ફે ભરત કુલકર્ણી માંજલપુર માં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતો. પિન્ટુ અગાઉ તાલુકા પોલીસના ગુનામા પકડાયો પણ હતો.

અન્ય સમાચારો પણ છે...