ભારે વરસાદની અસર:ગરુડેશ્વર પાસે ટ્રેક ધોવાતાં કેવડિયાની 4 ટ્રેન રદ કરાઇ, સતત બીજા વર્ષે રેલવે ટ્રેક ક્ષતિગ્રસ્ત

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચાણોદ એકતા નગર રેલવે ટ્રેક ધોવાયો. - Divya Bhaskar
ચાણોદ એકતા નગર રેલવે ટ્રેક ધોવાયો.
  • જન શતાબ્દી ડભોઇ શોર્ટ ટર્મિનેટ: રાત્રે ટ્રેક કાર્યરત કરવા કવાયત

ડભોઇથી કેવડિયા વચ્ચે ભારે વરસાદને પગલે એકતાનગર રેલવે સ્ટેશન જતી ટ્રેનો પ્રભાવિત થઈ હતી. ગરુડેશ્વર પાસે ખડગદાના ડુંગરનું પાણી ધસી આવતાં ટ્રેકને ક્ષતિ પહોંચી હતી, જેને પગલે રેલ વ્યવહાર બંધ કરવા ફરજ પડી હતી.

પ્રતાપ નગરથી એકતાનગર જતી 4 લોકલ ટ્રેન કેન્સલ
વડોદરા રેલવે ડિવિઝનના પીઆરઓ પ્રદીપ શર્માના જણાવ્યા મુજબ પ્રતાપ નગરથી એકતાનગર જતી 4 લોકલ ટ્રેન કેન્સલ કરવામાં આવી હતી, જ્યારે અમદાવાદ-એકતાનગર જન શતાબ્દી ટ્રેન ડભોઇ સુધી ચલાવવામાં આવી હતી. આ ટ્રેનમાં આવેલા 50 જેટલા મુસાફરોને બસ દ્વારા રેલવેના ખર્ચે કેવડિયા પહોંચાડવામાં આવ્યા હતા. જ્યારે પરત પણ આ ટ્રેન કેવડિયાને બદલે ડભોઇથી જ કાર્યરત કરવામાં આવશે. રેલવે દ્વારા પૂરાંત સમારકામ હાથ ધરાયું હતું.

મોડી રાત સુધીમાં ટ્રેક કાર્યરત થઈ જશે: અમિતકુમાર
​​​​​​​
જ્યારે વડોદરા ડિવિઝનના ડીઆરએમ અમિતકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, મોડી રાત સુધીમાં ટ્રેક કાર્યરત થઈ જશે. ટ્રેક ધોવાયો નથી, માત્ર ટ્રેક પાસેના બલાસ એટલે કે પથ્થરો ધોવાયા હતા. મોટું નુકસાન નથી. કેવડિયા સુધીનો રેલવે ટ્રેક ગત વર્ષે પણ ધોવાયો હતો અને રેલવે દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સમારકામ કરવામાં આવ્યું હતું તેમ છતાં આ વર્ષે ખડગદા પાસેના ડુંગરનું પાણી રેલવે ટ્રેક પર આવી જવાની ઘટના અંગે પણ પ્રશ્નો ઊઠ્યા છે. રેલવે દ્વારા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી કે કેમ તે પણ પ્રશ્નો ઊભો થયો છે. બીજી તરફ રેલવે દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી રેલવે ટ્રેક ફરી પૂર્વવત થાય તે માટે પ્રયાસ હાથ ધરાયા હતા.

50 જેટલા મુસાફરોને બસમાં લઇ જવાયા
ચાણોદથી કેવડિયાનો રેલવે ટ્રેક વરસાદને પગલે પ્રભાવિત થતાં રેલવે કર્મચારીઓને પણ બસમાં જવાની ફરજ પડી હતી. રેલવે દ્વારા મુસાફરો માટે પાણી અને બસની ટિકિટની વ્યવસ્થા સાથે રિફંડનું પણ આયોજન હાથ ધરાયું હતું. અંદાજે 50 જેટલા મસાફરો માટે બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાત્રે મુસાફરોને કેવડિયાથી ડભોઇ પરત બસમાં લવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...