એજયુકેશન:CCTV તોડનાર 4 વિદ્યાર્થીને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરાયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એનવી હોલમાં તોડફોડ કરવામાં આવી હતી
  • દાખલો બેસાડવા હોસ્ટેલમાંથી હકાલપટ્ટી કરવામાં આવી

મ.સ. યુનિવર્સિટીના એનવી હોલમાં સીસીટીવી તોડી નાંખવાના બનાવમાં તપાસ કમિટિના રિપોર્ટના આધારે સિન્ડિકેટ દ્વારા 4 વિદ્યાર્થીઓની હોસ્ટેલમાંથી હકાલપટ્ટી કરવાનો નિર્ણય કર્યો હતો. ચાર વિદ્યાર્થીઓએ સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હોવાનું નજરે પડ્યું હતું. જેમાં બે વિદ્યાર્થી આદર્શ કુટૈયકર તથા સત્યજીત ગોહીલે કેમેરા તોડી નાખ્યા હતા અને બીજા બે વિદ્યાર્થી સોમેશ દિવાતે તથા સતીશ કુમારે મદદગારી કરી હોવાનું જણાઇ આવ્યું હતું.

એન.વી.હોલના કોરીડોરમાં લગાવેલા સીસીટીવી કેમેરાને તોડી નાંખવાની ઘટનાને પગલે હોસ્ટેલ સત્તાધીશો અને યુનિવર્સિટી સત્તાધીશો હરકતમાં આવી ગયા હતા. લાખો રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાને નુકસાન પહોંચાડવાની ઘટનાના પગલે વિદ્યાર્થીઓ સામે કમિટીની રચના પણ કરવામાં આવી હતી અને કમિટીએ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી રસ્ટીકેટ કરવાની ભલામણ કરી હતી. જેના આધારે સિન્ડિકેટે તમામ વિદ્યાર્થીઓની હોસ્ટેલમાંથી હકાલપટ્ટી કરી નાખી હતી અને કાયમી ધોરણે આ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં નહિ આવે તેવો નિર્ણય કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...