તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારતના 72માં ગણતંત્ર પર્વની પરેડમાં વડોદરા શહેરના કુલ 5 એન.સી.સી કેડેટની પસંદગી કરવામાં આવી છે. વિશ્વ સંક્રમિત મહામારી કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ સમગ્ર ગુજરાતમાંથી કુલ 26 એન.સી.સી કેડેટની પસંદગી કરવામાં આવી છે. જેમાં એમએસયુના બીકોમ વિભાગમાંથી કુલ 3 એન.સી.સી કેડેટ જેમાં પી.ઓ કેડેટ પ્રિયા શર્મા જેઓ 2 નેવલ બટાલિયનમાં છે, આર્મી વિંગની કેડેટ અંજલિ શર્મા જેઓ 6 ગુજરાત બટાલિયનના છે અને કેડેટ પાર્થ ઠાકુર જેઓ 3 ગુજરાત બટાલિયનના છે.
આ ઉપરાંત એમએસયુના બી.એ વિથ પોલિટિકલ સાયન્સમાં અભ્યાસ કરતા કેડેટ પ્રતીક્ષા ચૌહાણ જેઓ ગુજરાત એર સ્કોન બટાલિયનના છે. અને પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ધીરજ સીંગ જેઓ 1 ગુજરાત એસ સ્કોન બટાલિયનના છે તેની પસંદગી કરવામાં આવી છે. ભારતના દરેક રાજ્યોમાંથી 26 કેડેટને દિલ્હી એનસીસી કેન્ટોનમેન્ટમાં લાવવામાં આવ્યા છે. આ 5 કેડેટ ગુજરાતના 26 કેડેટ સાથે રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.