તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરખાસ્ત:4 અધિકારીને ખાસ પગાર આપવા સ્થાયીનો ઇનકાર

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીના કામ બદલ પગાર આપવા દરખાસ્ત
  • કાચા રસ્તા પાકા કરવાની દરખાસ્ત પણ મુલતવી

પાલિકાની ચૂંટણીમાં મતદાર યાદી તૈયાર કરવા સહિતનું કામ કરનાર ડે. કમિ. સહિત 4 અધિકારીને ખાસ પગાર આપવાની ભલામણ સ્થાયી સમિતિએ નામંજૂર કરી દીધી હતી.

ચૂંટણી આયોગના જાહેરનામાથી પાલિકાના વોર્ડના સીમાંકનની કામગીરી કરાઈ હતી અને તેના આધારે મતદાર યાદીની કામગીરી પાલિકાના ચૂંટણી વિભાગે કરી હતી, જેની જવાબદારી ડે.કમિશનર ધવલ પંડ્યા, ઇલેક્શન ઓફિસર સુમન રાઠવા અને રેવન્યુ ઓફિસરો જયેશ ગોહિલ અને ગણેશ તડવીને અપાઈ હતી. ઓગસ્ટ 2020થી ફેબ્રુઆરી 2021 સુધી વોર્ડની પુનઃરચના, મતદાર યાદી સહિત કામગીરી કરાઈ હતી. ડે.કમિ.ધવલ પંડ્યાને ફેબ્રુઆરીના પગારના 50% અને 3 અધિકારીને 100 ટકા મુજબ કુલ 2.17 લાખ ચૂકવવાની દરખાસ્ત સ્થાયીમાં રજૂ કરાઈ હતી. જે નામંજૂર કરાઈ હતી.

પાલિકાના રોડ પ્રોજેક્ટ તરફથી 4 દરખાસ્ત તૈયાર કરાઈ હતી અને તેમાં દરેક ઝોનમાં અઢી કરોડની મર્યાદાથી વાર્ષિક ઈજારો કરવાની ભલામણ કરાઈ હતી. 4 ઝોનમાં મળી 10 કરોડની ખર્ચ મર્યાદા હતી અને તેમાં અંદાજ કરતા 40.13% થી લઈ 49.05% ઓછાના યુનિટ રેટ મુજબ ટેન્ડર મળ્યા હતા. જેમાં કોન્ટ્રાક્ટરોએ રિંગ કર્યાની ગંધ આવી હતી. અભ્યાસ કરવાનું નક્કી કરી સ્થાયીએ દરખાસ્ત મુલતવી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...