તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાહન ચોરી:વડોદરામાં રિફાઈનરી-કોયલી રોડ પર 4 તસ્કર 2 બાઈક ચોરીને ફરાર, CCTVને આધારે તપાસ શરૂ

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વડોદરાના રિફાઈનરી-કોયલી રોડ ઉપર 4 અજાણ્યા તસ્કર બે બાઈકની ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ બનાવ અંગે જવાહર નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ જતા પોલીસે તપાસ શરૂ કરી છે.

રિફાઈનરી- કોયલી રોડ પરથી વધુ બે બાઈકની ચોરી
વડોદરા શહેરના કોયલી રોડ ઉપર આવેલ શિવમ રેસિડેન્સીમાં રહેતા રાહુલભાઈ અગ્રવાલ પ્રોવિઝન સ્ટોર ચલાવે છે. 26 ડિસેમ્બરના રોજ તેઓનું બાઈક ઘર પાસે પાર્ક કર્યું હતું. સવારે બાઈક પાર્ક કરેલી જગ્યાએ જણાઇ ન આવતા તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પડોશી ધાર્મિક પટેલની ઘર આંગણે પાર્ક કરેલી બાઈક પણ મળી આવી ન હતી. જેથી ઘરે લાગેલા CCTV ચેક કરતાં જાણવા મળ્યું હતું કે, 4 વ્યક્તિ બાઈકની ચોરી કરી નાસી છૂટ્યા હતા. રૂપિયા 95 હજાર કિંમતની બે બાઇક ચોરી કરી કરનાર 4 અજાણ્યા શખ્સો વિરૂદ્ધ જવાહરનગર પોલીસે ચોરીનો ગુનો નોંધીને CCTVના આધારે તપાસ હાથ ધરી છે

પારસનાથ ટ્રેનમાં મુસાફરી દરમિયાન નિદ્રાધીન પરિવારનું બેગ લઈ ગઠિયો રફૂચક્કર
પારસનાથ ટ્રેનમાં મુસાફરી દરમ્યાન નિદ્રાધીન ઉત્તરપ્રદેશના પરિવારનું રૂપિયા 35 હજાર ઉપરાંતની મત્તા ભરેલું બેગ લઈ અજાણ્યો ગઠિયો રફૂચક્કર થઈ જવાનો બનાવ રેલવે પોલીસ મથકે નોંધાયો છે. ઉત્તરપ્રદેશના વતની ગૌતમગિરી ગોસાઈ શાકભાજીનો વેપાર કરે છે. 17 ડિસેમ્બરના રોજ પારસનાથ ટ્રેનમાં તેઓ કોચ નંબર એસ-3માં સીટ નંબર 38થી ૪૦ ઉપર પરિવાર સાથે મુસાફરી કરી રહ્યા હતા. તે સમયે તેઓએ પોતાનો સામાન સીટ નીચે મૂક્યો હતો અને મુસાફરી દરમિયાન રાત્રે સૂઈ ગયા બાદ સવારે સીટ નીચે મૂકેલી બે બેગો પૈકી એક બેગ મળી આવી ન હતી. તપાસ કરતાં બેગની ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. જે બેગમાં કપડા, સાડી જેની કિંમત રૂપિયા 5000, કોસ્મેટિક સામાન, રોકડા રૂપિયા 8000, સોનાનું મંગળસૂત્ર 15000, ચાંદીનું કડું 2000, ધોરણ 10ની માર્કશીટ તથા પરચુરણ સામાન સહિત કુલ 30,500ની મત્તા હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો