તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:રસીના 100 ડોઝમાં 4 વિભાગો પાડી દેવાયા, સોમવારે 16102 લોકોને રસી મૂકાઇ

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીજા ડોઝમાં બુકિંગ વિનાના 25ને રસી અપાશે

સોમવારે યાકુતપુરા મિનારા મસ્જિદ ખાતે યોજાયેલા વેક્સિનેશન કેમ્પમાં 640 લોકોએ રસી મુકાવી હતી. જ્યારે શહેરમાં 16102 લોકોએ રસી મુકાવી હતી. જે પૈકી 18 વર્ષથી ઉપરના 6417 લોકોએ પ્રથમ ડોઝ અને 833 લોકોએ બીજો ડોઝ લીધો હતો. 45 વર્ષથી ઉપરના 3063 લોકોએ બીજો અને 2408 લોકોએ પ્રથમ ડોઝ લીધો હતો.

રસીકરણમાં કોવેક્સિનના 48,000 લોકોએ પ્રથમ ડોઝ લીધા બાદ સરકાર દ્વારા અત્યાર સુધી માત્ર 35 હજાર ડોઝ અપાતા બીજો ડોઝ લેનારા લોકો અટવાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા એક સપ્તાહથી બે સેન્ટર ઉપર માત્ર 200 ડોઝ અપાય છે. એક સેન્ટર ઉપર અપાતા 100 ડોઝમાં ચાર ભાગ પાડી દેવાયા છે. જેમાં 18 પ્લસ અને 45 પ્લસમાં પ્રથમ અને બીજો ડોઝ અને તે પૈકી 50 ટકા ઓનલાઇન બુકિંગવાળાને અપાય છે. જેથી માત્ર 25- 25 લોકોને બુકિંગ કરાવ્યા વગર બીજો ડોઝ મળે છે. જેને પગલે મોટી સંખ્યામાં લોકોને પર જવાનો વખત આવે છે. ખંડેરાવ માર્કેટ ની સામે આવેલ મધ્યવર્તી સ્કૂલ અને કારેલીબાગ શાનેન સ્કૂલ ખાતે માત્ર કોવેક્સિન રસી અપાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...