શિક્ષા:ફાયર સેફ્ટીનું લેશન પૂરું નહીં કરનાર 4 સ્કૂલોને સીલ મરાયું,  2 વર્ષમાં વારંવાર નોટિસ છતાં કાર્યવાહી ન કરાઇ

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પાણી જોડાણ કટ : પત્ર વ્યવહાર માટે માત્ર ક્લાર્કને જવાની છૂટ

ફાયર બ્રિગેડ દ્વારા પ્રથમ વખત ફાયરસેફટી વિનાની શહેરની ચાર સ્કૂલને સીલ મારવામાં આવ્યા છે . જેમાં વાઘોડિયા રોડની પણ સ્કૂલ અને માંજલપુરની એક સ્કૂલનો સમાવેશ થાય છે. વડોદરા ફાયર બ્રિગેડના પાણીગેટ સ્ટેશન ઓફિસર અમિત ચૌધરીએ જણાવ્યું હતું કે, શાળાઓને સામે કાર્યવાહી કરતા અગાઉ વારંવાર તેમને નોટિસ આપવામાં આવી હતી.

શાળાઓ ફરી એક વખત શરૂ થાય છે ત્યારે બાળકોના જીવ જોખમાય તેવી સ્થિતિ નિર્માણ થાય તે અટકાવવા માટે શાળાઓના પાણી કનેક્શન આપવામાં આવ્યા છે તેમજ શાળામાં પત્ર વ્યવહાર માટે માત્ર ક્લાર્કને જવાની છૂટ આપવામાં આવી છે શાળાના શિક્ષકો શાળામાંથી વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવી નહીં શકે. ઇન્ચાર્જ ડીઇઓ નવનીત મહેતાએ જણાવ્યું હતું કે બાળકોને નુકસાન ન થાય તે માટે ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવામાં આવશે.

આ સ્કૂલને સીલ

  • શ્રી રંગ વિદ્યાલય, વાઘોડિયા રોડ
  • શ્રીમતી ચંપા સિપ્પી સ્કૂલ, વાઘોડિયા રોડ
  • રોઝવેલ હાઇસ્કૂલ, વાઘોડિયા રોડ
  • રુદ્ર સ્કૂલ ઓફ સાયન્સ, માંજલપુર
અન્ય સમાચારો પણ છે...