કાર્યવાહી:અલ્પુ સિંધી સહિત 4 કેદી 1 માસમાં પરોલ જમ્પ કરી ફરાર, એક પકડાયો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 કિસ્સામાં જેલ સત્તાધીશોએ ફરિયાદ નોંધાવી, અલ્પુ સિંધી અંગે કમિશનરને પત્ર લખાયો

સેન્ટ્રલ જેલમાંથી અલ્પુ સિંધી સહિત 4 કેદી પેરોલ લઇ ફરાર થયા હતા. તે પૈકી એક પકડાયો છે, જ્યારે અન્ય ત્રણ કેદીની તલાશ જારી છે. 4 કેદીમાં એક કાચા કામનો, અન્ય એક મર્ડર, એક દુષ્કર્મ પોસ્કોના કેસનો કેદી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.સૂત્રો મુજબ અજય ઉર્ફે અજલો ભોઈ (મુ.બાંધણી, જિ.આણંદ) અપહરણ, દુષ્કર્મ, પોસ્કોના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહ્યાે હતો. 17થી 28 ઓક્ટોબર સુધી પેરોલ મેળવ્યા બાદ તે હાજર ન થતાં જેલર બી.આર.પરમારે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ ઉપરાંતે ભરણ પોષણના કેસના કેદી સુરેશ (ઠાકોર) પાટણવાડિયા (સગુણ, તા.જિ.નડિયાદ) સામે ફરિયાદ નોંધાવી છે. 17થી 28 ઓક્ટોબર સુધી પેરોલ મેળવી હાજર થયો ન હતો. જ્યારે હત્યામાં સજા ભોગવી રહેલા વિજય કિરણ બારિયા (ડભોઇ)એ 7થી 20 ઓક્ટોબર પેરોલ મેળવી ભાગી જતાં ફરિયાદ થઇ હતી. જેને જિલ્લા પોલીસના પેરોલ ફ્લો સ્કવોડે ડભોઈથી ઝડપ્યો હતો. કાચા કામના કેદી અલ્પુ સિંધીએ પેરોલ મેળવ્યા હતા. જે દરમિયાન તેની સામે બાપોદ પોલીસમાં ફરિયાદ થતાં ધરપકડ થઈ હતી. તેને 1 નવેમ્બરે હાજર થવાનું હતું પણ તે ભાગી જતાં પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે.

અન્ય સમાચારો પણ છે...