સોમવારે સિટી પોલીસ મથકના સેકન્ડ પીઆઇ, સયાજીગંજ પીઆઇ, વાઘોડિયા અને તાલુકાના પીએસઆઇ કોરોના સંક્રમિત થયા છે. જ્યારે જિલ્લાના 6 કોન્સ્ટેબલ અને જવાહરનગરની એક મહિલા એલ.આર.ડી પોઝિટિવ આવ્યા છે.મહાનગર પાલિકામાં કોરોનાએ પગપેસારો કર્યો છે. વધુ 4 કર્મચારી સંક્રમિત થયા છે. પાણી પુરવઠાના કાર્યપાલક ઈજનેર સહિત 4 કર્મચારીને કોરોના થયો છે.
ડોર ટૂ ડોરમાં 15.92 લાખ લોકોનું સ્ક્રીનિંગ
કોરોનાના કેસ વધતા પાલિકાએ ધન્વંતરી રથની સંખ્યા 34થી વધારીને 52 કરાઈ છે. ધન્વંતરી રથ દ્વારા અત્યારસુધી 17,472 લોકોને તપાસી 3,255 લોકોને લક્ષણો જણાતા તેમને સ્થળ પર જ સારવાર અપાઇ છે. ડોર ટૂ ડોર સર્વેલન્સમાં 15,92,772 લોકોને સાંકળી લેવાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.