તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:વડોદરાના માણેજામાં અંગત અદાવતમાં 4 મિત્રો ઉપર 4 શખસનો લોખંડની પાઇપ વડે હુમલો, જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • મકરપુરા પોલીસે 4 શખસો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

વડોદરાના માણેજા વિસ્તારમાં અંગત અદાવત રાખીને લઘુશંકા કરવા ઉભેલા 4 મિત્રો પર 4 શખસોએ લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો. 4 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે મકરપુરા પોલીસે 4 શખસો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માણેજા ક્રોસિંગ પાસે લઘુશંકા કરતી વખતે હુમલો કર્યો
વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં આવેલા વલ્લભનગર ખાતે રહેતો સાગર ઠાકોર મકરપુરા GIDCમાં નોકરી કરે છે. મકરપુરા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે, મંગળવારે રાત્રે મિત્રો સાથે માણેજા ક્રોસિંગ પાસે ગયો હતો. જ્યાંથી પરત ફરતા તેનો મિત્ર નિખિલ લઘુશંકા માટે આત્મીય હાઈટની સામે મચ્છીની દુકાન પાછળ ઉભો રહ્યો હતો. તે સમયે દુકાનમાં બેસેલા કૃણાલ તથા તેના કાકા(બંને રહે, અલવાનાકા) તથા ભૂરો તેમજ મહેશ(બંને રહે, માણેજા)એ જૂના ઝઘડાની અદાવત રાખી અપશબ્દો બોલી લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો .જેમાં મને, મારા મિત્ર શૈલેષ, વિક્રમ, નિખિલ ઇજા પહોંચી હતી.

હુમલાખોરોની ધમકી, બીજી વાર મળ્યા છો તો જાનથી મારી નાખીશું
બીજી વાર મળ્યા છો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હુમલાખોરો નાસી છૂટ્યા હતા. આ બનાવ સંદર્ભે ચારેય હુમલાખોરો વિરૂદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો