તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 4 People Robbed 50 Thousand By Beating 3 Friends From Vadodara Who Were Walking On The Bank Of Mahi River, Hit My Car With A Wooden Stick And Damaged It

ધોળે દિવસે લૂંટ:મહી નદીના કિનારે ફરવા ગયેલા વડોદરાના 3 મિત્રોને માર મારી 4 શખસોએ 50 હજારની લૂંટ ચલાવી, લાકડાના ફટકા મારી કારને નુકસાન પહોંચાડ્યું

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હુમલાખોરોથી બચવા 3 મિત્રો કાર લઇને ભાગતા ટાયર ફાટી ગયું

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાંછનપુરા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીના કિનારે ફરવા નીકળેલા મિત્રોની કાર ગામમાંથી પસાર થવા મુદ્દે અજાણ્યા બાઇક સવાર યુવકો સાથે ઝઘડો થયો હતો, ત્યાર બાદ અદાવત રાખીને હુમલાખોરોએ 3 મિત્રોને મારામારી કરી ગાડીને લાકડાના ફટકા મારી નુકસાન પહોંચાડી સોનાની ચેન અને રોકડ રકમ મળી કુલ 50 હજાર રૂપિયાની લૂંટ ચલાવી હતી. આ બનાવ અંગે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ગામમાંથી પસાર થવા મુદ્દે ઝઘડો થયો
વડોદરા જિલ્લાના સાવલી તાલુકા ખાતે જશોદા નગર સોસાયટીમાં રહેતા ઉન્નત કુમાર વણઝારા રવિવારે તેમના મિત્રો જય પટેલ અને નૈમી શાહ સાથે સાંજના સુમારે પોતાની કાર લઇને લાંછનપુરા મહીસાગર નદીના કિનારે ફરવા માટે નીકળ્યા હતા. સાંજના સમયે રસુલપુર કેનાલથી લાછનપુરા ગામ તરફ જવાના માર્ગ ઉપર કેટલીક વ્યક્તિઓએ બાઇક ગાડી રાખી દીધી હતી. જે બાઇક હટાવવા હોન મારતા ઉશ્કેરાયેલા અજાણ્યા વ્યક્તિઓએ માત્ર ગામમાંથી પસાર થવા મુદ્દે ઝઘડો કર્યો હતો અને તમે જઇને પાછા આવો તમને ખબર પાડીએ છીએ, તેવી ધમકી આપી હતી.

3 મિત્રોને માર મારીને લૂંટ કરી
દરમિયાન કારનો પીછો કરી બાઇક સવાર વ્યક્તિઓએ ફરી ઝઘડો કર્યો હતો અને કારમાં સવાર ચાર વ્યક્તિઓ સાથે મારી કરી દંડા વડે હુમલો કર્યો હતો અને રૂપિયા 45 હજારની કિંમતની સોનાની ચેન તથા ખિસ્સામાંથી રોકડા રૂપિયા પાંચ હજારની લૂંટ ચલાવી હતી. હુમલાખોરોથી બચવા કારમાં બેસતા કાર ઉપર પણ લાકડાના ડંડા વડે ફટકા મારી નુકસાન પહોંચાડ્યું હતું. હુમલાખોરોથી બચવા ગાડી હંકારતા ટાયર પણ ફાટી ગયું હતું.

4 હુમલાખોર સામે ફરિયાદ
ત્રણ મિત્રોની ફરિયાદના આધારે પોલીસે સંજયભાઇ મફતભાઇ ચૌહાણ, અશોકભાઇ વિનુભાઈ પરમાર, અરવિંદભાઈ માનસિંહ ઝાલા અને એક અજાણ્યા વ્યક્તિ(તમામ રહે, લાંછનપુરા ગામ, સાવલી, વડોદરા) વિરૂદ્ધ લૂંટનો ગુનો નોંધી તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...