તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:SSG-ગોત્રી સહિત 4 ઓક્સિજન પ્લાન્ટ 8 દિવસમાં જ તૈયાર ,આજથી કાર્યરત કરાશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના 544 પ્રાગટ્ય મહોત્સવે VYO સહિત વૈષ્ણવોની પહેલ

જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના 544 પ્રાગટ્ય મહોત્સવની વૈષ્ણવો દ્વારા કોરોનાની મહામારીને લઇને નોખી ઉજવણી કરાઇ હતી. જેમાં વીવાયઓ દ્વારા 1ઇ28 કરોડના ર્ખચે એસએસજી, ગોત્રી,નરહરિ હોસ્પિટલ અને વ્રજધામ સંકુલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ ઇન્સ્ટોલ કરી દેવાયા છે. જે રવિવારથી કાર્યરત થશે. 8 દિવસમાં તૈયાર કરાયેલા આ 4 પ્લાન્ટનું રવિવારે મુખ્યમંત્રી ઇ લોકાર્પણ કરશે.23 મે સુધી સમગ્ર ગુજરાત અને મુંબઈમાં વીવાયઓ દ્વારા બીજા 14 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થશે.

બીજી તરફ હોસ્પિટલોમાં ઓક્સિજન માટે દર્દીઓ ટળવળતા જોઈને બિલ્ડર રાજેશભાઈ વાસણવાલા દ્વારા 50 ઓક્સિજન જનરેટર યુનિટનો જથ્થો ગોત્રી મેડિકલ હોસ્પિટલને આપવાનું નક્કી કર્યું છે. આ માટે તેમને ખાનગી કંપનીને રૂા.70 લાખમાં 50 ઓક્સિજન જનરેટર યુનિટ બનાવી તેનું ગોત્રી હોસ્પિટલમાં ઈન્સ્ટોલમેન્ટ કરી આપવાનો ઓર્ડર પણ આપી દીધો છે.

શહેરના બિલ્ડર રાજેશભાઈ વાસણવાલાએ જણાવ્યું હતું કે, પેરેાડાઇઝ ફાઉન્ડેશન- મણીભાઇ એ વાસણવાળા તરફથી ગોત્રી હોસ્પિટલમાં 50 ઓક્સિજન જનરેટર યુનિટ આપવા નક્કી કર્યું હતું. જે માટે ડો.વિનોદ રાવ સાથે ચર્ચા કરી હતી. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસે જ 50 એમથ્રી-ઓક્સિજન જનરેટર યુનિટનો ઓર્ડર બોસકો ઈન્ડિયા કંપનીને આપ્યો છે.

અમેરિકામાં સ્થાયી પરીખ પરિવારે પીએમ કેર ફંડમાં 1 કરોડ આપ્યા
સંસ્કારી નગરી વડોદરાના અમેરિકામાં રહેતા સ્વર્ગસ્થ કંચનલાલ પરીખ ના સુપુત્ર પ્રબોધ ભાઈ પરીખ અને તેમના સુપુત્રો‌ આશિષભાઈ અને અમીશભાઈ પરીખ સમસ્ત પરીખ પરિવાર નરસિંહજીની પોળ વડોદરા દ્વારા પી. એમ.કેર ફંડ માં 1‌ કરોડ રૂપિયા જમા કરાવ્યા. કોરોના મહામારીમાં ભારતની વર્તમાન નાજુક પરિસ્થિતિમાં માદરે વતન યાદ કરીને પી એમ કેર ફંડમાં એક કરોડ રૂપિયાનું દાન આપી પોતાના પ્રિય ગુરુ સાક્ષાત શ્રીનાથજી સ્વરૂપ જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના 544 પ્રાગટ્ય મહોત્સવ ના દિવસે વૈષ્ણવ જન જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે પરદેશ જાકે પરદેશીયા ભૂલ ન જાના એ ઉક્તિ અનુસાર પી.એમ.કેર ફંડમાં એક કરોડ રૂપિયા નું દાન આપતા વૈષ્ણવ સમાજમાં ખુશીની મહેક ઊઠી છે.

અન્ય સમાચારો પણ છે...