તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વડોદરા LIVE:આજે નવા 3 પોઝિટિવ, વધુ 4 દર્દીએ કોરોનાને માત આપી, કુલ કેસ 72,000 થયા, કુલ 71,358 દર્દી રિકવર થયા

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 1264 સેમ્પલ પૈકી 3 પોઝિટિવ અને 1261 નેગેટિવ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના આજે વધુ 3 કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો કુલ આંક 72,000 ઉપર પહોંચી ગયો હતો. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. આજે વધુ 4 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 71,358 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.

કોરોનાના નવા 3 કેસ નોંધાયા
વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સંક્રમિત 3 કેસ નોંધાયા છે, આ ચારેય કેસ શહેરમાં નોંધાયા છે. આજે 1,264 નમૂના લેવામાં આવ્યા હતા. આજે 3 નવા કેસ નોંધાતાં કુલ પોઝિટિવ કેસનો આંક 72,000 પર પહોંચ્યો છે. હાલ વડોદરા શહેરની વિવિધ હોસ્પિટલમાં 19 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જે પૈકી ઓક્સિજન પર 1 દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે અને વેન્ટિલેટર પર એક દર્દીને સારવાર આપવામાં આવી રહી છે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં શહેરમાંથી 4 જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે, જેના પગલે ડિસ્ચાર્જનો આંકડો 71,358 પર પહોંચ્યો છે. બીજી તરફ 37 લોકો હોમ ક્વોરન્ટીન છે.

રવિવારે બન્ને ડોઝ માટેનુ વેક્સિનેશન ચાલુ રખાયું
વડોદરા શહેરમાં ચાલી રહેલા કોરોના અંગેના વેક્સિનેશન માં રવિવારે પ્રથમ અને સેકન્ડ એમ બન્ને ડોઝ માટેનું રસીકરણ ચાલુ રખાયું હતું. વડોદરા શહેરના 9598 લોકોએ રસી મૂકાવી હતી. કોરોનાની રસી અંગે બે પ્રકારની રસી આવતી હોવાને પગલે કોવિશીલ્ડ રસી લેનાર 84 દિવસ બાદ બીજો ડોઝ ડોઝ લઈ ફુલ્લી વેક્સિનેટેડ થાય છે. જ્યારે કો વેક્સિન લેનાર માત્ર 28 દિવસ બાદ બીજો ડોઝ લઈ ફુલ્લી વેક્સિનેટેડ થઈ શકે છે.

6342 લોકોએ બીજો ડોઝ લીધો
કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા મુજબ નાગરિકોએ જે રસી હોય તે રસી મૂકાવવી જોઇએ કોઇ પણ પ્રકારની રસી માટે મોહ રાખી પરત જવું જોઈએ નહીં. રવિવારે થયેલા વેક્સિનેશનમાં 18 વર્ષથી ઉપરના 914 લોકોએ પ્રથમ ડોઝ લીધો હતો જ્યારે 6342 લોકોએ બીજો ડોઝ લીધો હતો. જ્યારે 45 વર્ષથી ઉપરના 151 લોકોએ પ્રથમ અને 1826 લોક બીજો ડોઝ લીધો હતો. 60 વર્ષથી ઉપરના વય જૂથમાં 55 લોકોએ પ્રથમ અને 523 લોકોએ બીજો ડોઝ લીધો હતો. આરોગ્ય વિભાગ મુજબ રવિવારે 12 હજાર જેટલા ડોઝ હતા

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,763 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,000 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9669 પશ્ચિમ ઝોનમાં 11,966, ઉત્તર ઝોનમાં 11,781, દક્ષિણ ઝોનમાં 11,784, વડોદરા ગ્રામ્યમાં 26,763 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા
શહેરઃ
અકોટા, ગોત્રી, પ્રતાપનગર

અન્ય સમાચારો પણ છે...