કાર્યવાહી:થાઇલેન્ડથી દારૂની 11 બોટલો લઈને આવેલા માંજલપુરના 4 નબીરા ઝબ્બે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અભ્યાસ પૂરો કર્યા બાદ યુવકો ફરવા માટે થાઇલેન્ડ ખાતે ગયા હતા

શહેરના 4 નબીરાની દારૂની મોંઘીદાટ 11 બોટલ સાથે વડોદરા રેલવે એલસીબીએ ધરપકડ કરી છે. ચારેય યુવકો અભ્યાસ પૂરો કર્યા બાદ થાઈલેન્ડ ફરવા ગયા હતા અને સાથે દારૂની મોંઘીદાટ બોટલો લઇ આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

એલસીબી પીઆઈ ઉત્સવ બારોટની સૂચના મુજબ હે.કો. રોની પેનેકલ બેન્નીના નેતૃત્વમાં ટીમ વોચમાં હતી ત્યારે બાન્દ્રા-રામપુર એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ 4 પર ઊભી રહેતાં તેમાંથી 4 યુવાનો ઊતર્યા હતા. તેમની પાસેની બેગમાંથી દારૂની 11 બોટલો મળી આવી હતી.

ઝીલ એસ.પટેલ (ઉ.વ.23, બદ્રીનાથ ફ્લેટ, દરબાર ચોકડી, માંજલપુર), જીગર બચુભાઈ પટેલ (ઉ.વ.22, બાલગોપાલ સોસાયટી, દરબાર ચોકડી, માંજલપુર), યશ પ્રહ્લાદ પટેલ (ઉ.વ.23, સેન્ડલવુડ સોસાયટી, માંજલપુર) અને નિશીત અરૂણ ગાયકવાડ (ઉ.વ.23, સોનિયાપાર્ક સોસાયટી, માંજલપુર) પાસેથી દારૂની 11 બોટલો સહિત રૂા.49 હજારનો મુદામાલ પકડાયો હતો.

જેના પગલે નબીરાઓના પરિવારજનો વડોદરા રેલવે પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા. ઉપરાંત અન્ય કેસમાં વિકી રસીકભાઈ ઠાકોર (ઉ.વ.44)ને દારૂની 4 બોટલ સાથે પકડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...