કોરોના વડોદરા LIVE:શહેર-જિલ્લામાં ગઇકાલ કરતા આજે 63 કેસ ઘટીને નવા 1211 કેસ નોંધાયા, ત્રીજી લહેરમાં આજે સત્તાવાર પહેલુ મોત

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે શહેર-જિલ્લામાં આજે નવા કોરોનાના નવા 1211 કેસ નોંધાયા છે. ગઇકાલે 1274 કેસ નોંધાયા હતા. તેના કરતા આજે 63 કેસ ઓછા નોંધાયા છે. શહેર અને જિલ્લામાં કોરોનાની કેસની કુલ સંખ્યા 79,869 ઉપર પહોંચી ગઇ છે. આજે વધુ 270 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 73,783 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. ત્રીજી લહેરમાં આજે સત્તાવાર પહેલા દર્દીનું મોત થયું છે. આમ અત્યાર સુધીમાં કુલ 624 દર્દીના મોત થયા છે.

મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળના કોવિડ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 4ના વધારા સાથે 16 થઈ છે. એક કોવિડ શંકાસ્પદ દર્દી પણ સારવાર હેઠળ છે. વડોદરા શહેર-જિલ્લામાં હાલમાં કોરોનાના 4522 એક્ટિવ દર્દીઓ છે, જે પૈકી 4342 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે, જ્યારે 180 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 10 દર્દીઓ વેન્ટિલેટર પર, 23 દર્દીઓ આઇસીયુમાં અને 63 દર્દીઓને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. હાલમાં 3426 દર્દીઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

રેલવે સ્ટેશન અને એસટી ડેપો પર ટેસ્ટિંગ થતું નથી
વડોદરા રેલવે સ્ટેશન અને એસટી ડેપો મળીને રોજના 50 હજાર ઉપરાંત મુસાફરો શહેરમાં અવરજવર કરે છે, બીજી લહેર દરમિયાન થોડા દિવસ રેલવે સ્ટેશન પરિસરની બહાર પાર્કિંગ એરિયામાં આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગ કરાતું હતું. પરંતુ, ત્રીજી શરૂ થયા બાદ હજી રેલવે સ્ટેશન- અને એસટી ડેપો ખાતે કોઈ પણ પ્રકારનો ટેસ્ટિંગ કરાતું નથી ડેપો પર રોજની 1200 બસની અવર-જવર છે. એસટી ડેપો પર ટેસ્ટિંગ કેમ થતું નથી તે અંગે આરોગ્ય વિભાગ પાસે કોઈ ચોક્કસ જવાબ નથી.

5283 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે
વડોદરા શહેર-જિલ્લામાં હાલમાં 5462 એક્ટિવ દર્દીઓ છે, જે પૈકી 5283 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે, જ્યારે 179 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 6 દર્દીઓ વેન્ટિલેટર પર, 25 દર્દીઓ આઇસીયુમાં અને 60 દર્દીઓને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. હાલમાં 3426 દર્દીઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરા શહેર અને જિલ્લામાં આજે જેતલપુર ,બાજવા, વારસીયા, દિવાળીપુરા, સવાદ, ગોત્રી, છાણી, યમુનામીલ, તાંદલજા, સમા, અકોટા, હરણી, સુદામાપુરી, ફતેપુરા, રામદેવનગર, માંજલપુર, બાપોદ અને વાઘોડિયામાં કોરોનાના નવા કેસો નોંધાયા છે.

શહેરમાં ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં આજે ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 278, પશ્ચિમ ઝોનમાં 287, ઉત્તર ઝોનમાં 280 અને દક્ષિણ ઝોનમાં 279 કેસ નોંધાયા હતા. આમ કોરોનાનું સંક્રમણ સમગ્ર શહેરમાં ફેલાઇ ગયું છે. બીજી તરફ વડોદરા રૂરલમાં 87 કેસ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...