તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

VMCની કાર્યવાહી:ફાયર NOC વિનાનાં વધુ 4 કોમ્પ્લેક્સ સીલ કરાયાં, વેપારીઓની આંદોલનની ચીમકી છતાં કાર્યવાહી જારી

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિટાડેલ, નવરંગ, દ્વારકેશ અને સમીર બિલ્ડિંગ સીલ

ફાયરબ્રિગેડ દ્વારા એક સપ્તાહથી ચાલી રહેલી ફાયર એનઓસી વગરના કોમર્શિયલ કોમ્પ્લેક્સને સીલ મારવાની કામગીરી અંતર્ગત મંગળવારે વધુ 4 કોમ્પ્લેક્સને સીલ મારવામાં આવ્યાં હતાં. શહેરની મધ્યમાં ગાંધી નગરગૃહ પાસે આવેલા સિટાડેલ કોમ્પ્લેક્સ, રાવપુરાના નવરંગ કોમ્પ્લેક્સ, અલકાપુરીના દ્વારકેશ કોમ્પ્લેક્સ અને કોઠી રોડ ઉપર આવેલા સમીર બિલ્ડિંગને મંગળવારે સીલ મારવામાં આવ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા ફાયર સેફ્ટી અંગે કડક કાર્યવાહી કરવાની સૂચનાને પગલે પહેલા તબક્કામાં કોમર્શિયલ કોમ્પ્લેક્સને વીજ પ્રવાહ બંધ કરી સીલ મારવાની શરૂઆત કરવામાં આવી છે. સામે વેપારીઓ દ્વારા પણ તંત્રને સહકાર આપી એનઓસી માટે જરૂરી કાર્યવાહી કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. કાર્યવાહી શરૂ કરનાર કોમ્પ્લેક્સનું વીજ જોડાણ કરી આપવામાં આવે તેવી માગણી પણ થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...