તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 4 More Cases Reported In The Western Zone Of The City, Not A Single Case In The Last 7 Days In Rural Areas, 20 More Patients With Mucormycosis Surgery

કોરોના વડોદરા LIVE:શહેરના પશ્ચિમ ઝોનમાં વધુ 4 કેસ નોંધાયા, ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 7 દિવસમાં એક પણ કેસ નહીં, મ્યુકોરમાઇકોસિસના વધુ 20 દર્દીની સર્જરી કરાઇ

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં 18 પ્લસની કેટેગરી વાળા 6,64,588 લોકોએ વેક્સિન મૂકાવી

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 71,959 ઉપર પહોંચી ગયો હતો. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,318 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.

ગોત્રી અને કલાલી વિસ્તારમાં કોરોનાના 4 કેસ
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં બુધવારે 4 કેસ નોંધાયા છે. શહેરમાં લેવાયેલા 1427 નમૂનાઓમાંથી 4 લોકો કોરોના સંક્રમિત જણાતા તેઓને સારવાર હેઠળ ખસેડાયા હતા. કુલ પોઝિટિવ કેસનો આંક 71,969 પર પહોંચ્યો છે. હાલ વડોદરા શહેરના વિવિધ હોસ્પિટલમાં 18 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જે પૈકી ઓક્સિજન પર 1 દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. બુધવારે શહેરમાંથી 4 જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. જેના પગલે ડિસ્ચાર્જનો આંકડો 71,318 પર પહોંચ્યો છે. બીજી તરફ મ્યુકોરમાઇકોસિસનો એક પણ નવો કેસ નોંધાયો નથી. બુધવારે સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં 20 સર્જરી કરવામાં આવી હતી.

બુધવારે શહેરમાં 10,444 લોકોએ રસી મૂકાવી
વડોદરા શહેરમાં બુધવારે 18થી 44 વર્ષની વયના 4,189 લોકોએ વેકસીનનો પહેલો ડોઝ મૂકાવ્યો હતો. શહેરમાં અત્યાર સુધી 18 પ્લસની કેટેગરી વાળા 6,64,588 લોકોએ વેક્સિન મૂકાવી છે. બીજી તરફ શહેરમાં 10 હેલ્થકેર વર્કરોએ રસીનો પહેલો ડોઝ અને 28 લોકોએ બીજો ડોઝ મૂકાવ્યો છે. જ્યારે 250 ફ્રન્ટલાઈન વર્કરોએ રસીનો પહેલો અને 243 લોકોએ બીજો ડોઝ મૂકાવ્યો છે. બુધવારે 60 કરતા વધુની ઉંમર વાળાએ 158 લોકોએ પહેલો ડોઝ અને 683 લોકોએ બીજો ડોઝ મૂકાવ્યો હતો. જ્યારે 45થી વધુ અને 60 વર્ષના 1359 લોકોએ પહેલો ડોઝ અને 1032 લોકોએ રસીનો બીજો રોઝ મૂકાવ્યો હતો. બુધવારે શહેરમાં કુલ 10,444 લોકોએ રસી મૂકાવી હતી.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,756 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 71,955 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9665 પશ્ચિમ ઝોનમાં 11,948, ઉત્તર ઝોનમાં 11,775, દક્ષિણ ઝોનમાં 11,779, વડોદરા ગ્રામ્યમાં 26,756 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

મચ્છરજન્ય-પાણીજન્ય રોગચાળાએ શહેરને ભરડામાં લીધું
વડોદરા શહેરમાં મચ્છરનો ઉપદ્રવ વધતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ શહેરને ભરડામાં લીધું છે. શહેરમાં બુધવારે ડેન્ગ્યુના 24 કેસ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે ચિકનગુનિયાના 7 નમૂના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. બીજી તરફ કમળો અને ટાઈફોડના કેસ પણ ઝડપથી વધતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. આ ઉપરાંત ઝાડ-ઉલ્ટીના 142 કેસ નોંધાયા હતા.

SSGમાં ઓપીડીમાં એક દિવસમાં 480 દર્દી નોંધાયા
શહેરમાં વાઈરલ ઇન્ફેક્શન અને ઝાડા ઉલટી સહિત મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. જેમાં સયાજી હોસ્પિટલમાં પણ મેડિસિન વિભાગની ઓપીડી દર્દીઓથી ઉભરાઈ છે. બુધવારે એક જ દિવસમાં 480 કેસ લોકો ઓપોડીમાં સારવાર માટે આવ્યા હતા. જેમાં નવા 281 કેસ નવા નોંધાયા હતા.

ડેન્ગ્યુના કેસ
દંતેશ્વર-૨, ગોરવા-5, બાપોદ, મકરપુરા, માંજલપુર-2, રામદેવનગર-2, સુદામાપુરી, છાણી-4, તાંદલજા, સમા, સંવાદ, ગોત્રી.

ચિકનગુનિયાના કેસ
મકરપુરા, તાંદલજા, છાણી-2, અટલાદરા, શિયાબાગ, સમા.

કમળાના કેસ
ગોત્રી-2, જેતલપુર.

ટાઇફોઇડના કેસ
અટલાદરા, માંજલપુર, યાકુતપુરા.

અન્ય સમાચારો પણ છે...