હેરાનગતિ:આજે ફતેગંજથી છાણી સુધીના વિસ્તારમાં 4 કલાકનો વીજકાપ

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 1.50 લાખ લોકોને હેરાનગતિ
  • સવારે 8-30 થી 12-30 કલાક સુધી પુરવઠો બંધ રહેશે

ચોમાસું દસ્તક દઈ રહ્યું છે ત્યારે એમજીવીસીએલ દ્વારા ચાલી રહેલી સમારકામની કામગીરી અંતર્ગત શનિવારે ફતેગંજથી છાણી સુધીના 14 ફીડરમાંથી વીજ પુરવઠો 4 કલાક માટે બંધ કરવામાં આવશે, જેના તેના કારણે દોઢ લાખ લોકોને હેરાન થવાનો વારો આવશે.ન 

લાઈટબિલની રકમ મોટી હોવાથી લોકોને હપ્તાની સુવિધા આપવા માગ
MGVCL-વડોદરા સિટી સર્કલના 66 કેવી છાણી સબ સ્ટેશનમાં મરામતની કામગીરી હાથ પર લેવાની હોવાથી શનિવારે શટડાઉન લેવાનું નક્કી કરાયું છે. જેથી ફતેગંજ સબ ડિવિઝનના 13 અને સમા સબ ડિવિઝનના 1 ફીડરમાંથી વીજ પુરવઠો મેળવતા વિસ્તારોમાં સવારે 8.30 થી બપોરે 12.30 વાગ્યા સુધી વીજકાપ લદાયો છે. જેમાં નિઝામપુરા, ભવાનીપુરા, ફર્ટિલાઈઝર નગર, મારુતિ કોમ્પ્લેક્સ, તપોવન, છાણી જકાતનાકા, તરુણ નગર, ફતેગંજ પેટ્રોલપંપથી સેફ્રોન કોમ્પ્લેક્સ, પેન્શનપુરા, ટીપી 13 રોડ, નવાયાર્ડ ફૂલવાડી રોડ, નિઝામપુરા મેન રોડ, ફતેગંજ ફ્લાયઓવરથી ચાર રસ્તા, મહેસાણા નગર, કદમનગર, સંતોક ચેમ્બર, દીપ ટોકીઝ રોડ સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે.
બીજી તરફ કોંગ્રેસના વોર્ડ ન.3ના કાર્યકરોએ શુક્રવારે કારેલીબાગ વીજ કંપનીની ઓફિસમાં જઈ લાઈટબિલની રકમ મોટી હોવાથી લોકોને હપ્તાની સુવિધા આપવા માગ કરી હતી. 

અન્ય સમાચારો પણ છે...