નિર્ણય:પાસ હોલ્ડરોને ઉપયોગી 4 એકસપ્રેસ ટ્રેન રિઝર્વ જાહેર

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાર ટ્રેનોમાં ગુજરાત એકસપ્રેસ, ગુજરાત કવીન અને જામનગર ઇન્ટરસિટી સામેલ

ટ્રેનોમાં ભીડ નિયંત્રીત કરવા સોશીયલ ડિસ્ટન્સીંગના નામે પાસ હોલ્ડરોની માનીતી ચાર એકસપ્રેસ ટ્રેનોને રેલવે દ્વારા આખી રીઝર્વ કરી દેવાઈ હોવાનું રેલવેની સતાવાર યાદીમાં જણાવાયું છે. પાસ હોલ્ડરો માટે વિવિધ મેમુ-ડેમુ ટ્રેનો 15મી સપ્ટેમ્બરથી ચાલુ કરાય બાદ અમદાવાદથી મુંબઇ સેન્ટ્રલ વચ્ચે દોડતી ગુજરાત એકસપ્રેસ,વલસાડ-અમદાવાદ વચ્ચે દોડતી ગુજરાત કવીન,જામનગર-વડોદરા-સુરત વચ્ચે દોડતી જામનગર ઇન્ટરસીટી એકસપ્રેસ અને વડોદરા-વલસાડ વચ્ચે સ્પેશીયલ ટ્રેન રેલવે દ્વારા દોડાવાશે.આ તમામ ટ્રેનો આખી રીઝર્વ ટ્રેનો રહેશે.એમ વડોદરા રેલવે ડિવિઝનના જન સંપર્ક અધિકારી પ્રદીપ શર્માએ જણાવ્યું હતું.

આ તમામ ટ્રેનો 20મી સપ્ટેમ્બરથી શરૂ થશે.પાસ હોલ્ડર એસોસીયેશનના પ્રમુખ ઓમકારનાથ તિવારીએ આ અંગે જણાવ્યું હતું કે ‘પાસ હોલ્ડરો માટેની આ ખાસ માનીતી ટ્રેનોને ફુલ્લી રીઝર્વ કરવી યોગ્ય નથી.રેલવેના આ નિર્ણયના કારણે ત્રણેક હજાર જેટલા પાસ હોલ્ડરોને મુશ્કેલી પડશે. લોક ડાઉન પહેલાં કવીનમાં 1500,ગુજરાત એકસપ્રેસમાં 350 અને દાહોદ-વલસાડ ઇન્ટરસીટીમાં 700થી વધુ પાસ હોલ્ડરો મુસાફરી કરતાં હતા.

અન્ય સમાચારો પણ છે...