તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લગ્ન ન કરવા હોવાથી ઘર છોડ્યું:વડોદરાના પરિવારની 4 દીકરીઓ લગ્નની વાતોથી કંટાળીને ઘરેથી નીકળી ગઈ, અમદાવાદથી મુંબઇ જવા નીકળે તે પહેલા પોલીસે શોધીને પરિવારને સોંપી

વડોદરા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
વડોદરા પોલીસે છોકરીઓને શોધીને પરિવારને સોંપી હતી - Divya Bhaskar
વડોદરા પોલીસે છોકરીઓને શોધીને પરિવારને સોંપી હતી
 • 4 દીકરીઓ ઘરેથી નીકળી જતા પરિવારે મકરપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓને જાણ કરી
 • છોકરીએ ફોન કરીને કહ્યું: 'મમ્મી અમે ફસાઇ ગયા છીએ, હવે પાછા અવાય નહીં'
 • પોલીસ છોકરીઓના માતા-પિતાને લઇને કાલપુર રેલવે સ્ટેશન પહોંચી, છોકરીઓને સહી સલામત પરિવારને સોંપી

વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં રહેતા પરિવારમાં લગ્નની ચાલી રહેલી વાતોથી કંટાળીને ચાર દીકરીઓ ઘરેથી નીકળીને મુંબઇ જવા રવાના થઈ ગઇ હતી. જોકે, તેઓ મુંબઇ પહોંચે તે પહેલા શહેર પોલીસે ચારેય દીકરીને અમદાવાદ ખાતેથી શોધી કાઢી પરિવારને સોંપી હતી. ઘરેથી નીકળી ગયેલી ચાર બહેનો હેમખેમ પરત પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.

દીકરીઓ ઘરેથી નીકળી જતા પરિવારે પોલીસને જાણ કરી
વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં રહેતા પરિવારની ચાર બહેનો ગત 8 ફેબ્રુઆરીના રોજ બપોરેના સમયે કોઇને કહ્યાં વિના ઘરેથી નિકળી ગઇ હતી. ઘરમાં ચારેય દીકરીઓની ગેરહાજરી જાણતા પરિવારે તેમની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ, કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી પરિવારે આ મામલે મકરપુરા પોલીસના અધિકારીઓને જાણ કરી હતી. આ મામલાની ગંભરીતા જોતા ડીસીપી ડો. કરણરાજસિંહ વાઘેલા, એસીપી એસ.બી. કુંપાવત, પોલીસ ઇન્સપેકટર આર.એ. પટેલે તાત્કાલિક 3 ટીમો બનાવીને છોકરીઓની શોધખોળ શરૂ કરી હતી.

પોલીસે CCTVની મદદથી છોકરીઓની શોધખોળ શરૂ કરી
છોકરીઓને શોધવા માટે પોલીસે CCTVની ચકાસણી શરૂ કરી હતી. જોકે આ છોકરીઓ પોતાના મોબાઇલ ફોન ઘરે જ મૂકીની નિકળી ગઇ હોવાથી તેમના સુધી પહોંચવુ પોલીસ માટે મુશ્કેલ હતું. જોકે ચાર પૈકી એક છોકરીના મોબાઇલમાં રેકોર્ડિગ સાંભળીને શંકાસ્પદ નંબર પર કોલ કરીને યુવકની પૂછપરછ કરી હતી. પોલીસ તેમને શોધી રહી છે, તે વાત છોકરીઓ સુધી પહોંચી ગઇ હતી.

છોકરીએ ફોન કરીને કહ્યું: 'મમ્મી અમે ફસાઇ ગયા છીએ, હવે પાછા અવાય નહીં'
દરમિયાન 4 પૈકીની એક છોકરીએ પોતાની પાસેના મોબાઇલ નંબરથી તેની માતાને કોલ કરી કહ્યું 'મમ્મી અમે ફસાઇ ગયા છીએ, હવે પાછા અવાય નહીં'. આ નંબર અને ફોન કોલ પોલીસ માટે મહત્વનો સાબીત થયો હતો. જોકે, આ નંબર પરિવારમાંથી કોઇની પાસે ન હતો. જેથી પોલીસે આ નંબરની તપાસ કરતા જીઓ કંપનીનો હોવાની જાણ થઇ હતી. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે નંબરને ટ્રેસ કરતા કાલપુરા રેલવે સ્ટેશનનું લોકેશન મળ્યું હતુ.

મુંબઇની ટિકિટ કઢાવે તે પહેલા પોલીસે છોકરીઓને શોધી કાઢી
ચોક્કસ લોકેશન મળતા જ મકરપુરા પોલીસે કાલપુર પોલીસનો સંપર્ક કર્યો હતો, જેથી પોલીસે રેલવે સ્ટેશન પર છોકરીઓની શોધખોળ કરતા મુંબઇ જવા માટે ટિકિટ કઢાવે તે પહેલાં જ પોલીસે તેમની શોધી કાઢી હતી. જ્યાં પોલીસે ચારેય છોકરીઓને શોધીને પૂછપરછ કરી હતી, ત્યારે તેમણે જણાવ્યું કે, ઘરમાં અમારા લગ્ન કરાવવાની વાત ચાલે છે, લગ્ન માટે પૂછાવવામાં આવે છે, અમારે અત્યારે લગ્ન નહોતા કરવા, જેથી મુંબઇ જઇને નોકરી કરવાનુ નક્કી કરી ઘર છોડી દીધુ હતું. દરમિયાન વડોદરા પોલીસ છોકરીઓના માતા-પિતાને લઇ કાલપુર રેલવે સ્ટેશન પહોંચી અને ચારેય છોકરીઓને સહી સલામત પરિવારને સોંપી હતી.

પરિવારે પોલીસનો આભાર માન્યો
પરિવારને તેમની દીકરીઓ સહી સલામત મળી જતા તેમણે મકરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર આર.એ પટેલ, હેડ કોન્સટેબલ જીગ્નેશભાઇ તથા તુલસીદાસભાઇ અને અમદાવાદ રેલવે પોલીસના સબ ઇન્સપેકટર આર. કે વાણીયા તથા સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો