SOGની રેડ:કરજણમાં લેપટોપ અને મોબાઇલ ફોનની મદદથી ક્રિકેટનો સટ્ટો રમાડતા 4 સટ્ટોડિયા ઝડપાયા, 3 વોન્ટેડ

વડોદરા9 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી - Divya Bhaskar
પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી
  • પોલીસે 2,12,960નો મુદ્દામાલ કબજે લઈને 7 આરોપી સામે કાર્યવાહી હાથ ધરી

વડોદરા જિલ્લાના કરજણના જૂના બજારમાં સજ્જન પાર્કમાં બાતમીના આધારે SOGએ રેડ પાડતા લેપટોપ અને મોબાઇલ ફોનની મદદથી ક્રિકેટનો સટ્ટો રમાડતા 4 સટ્ટોડિયા ઝડપાઇ ગયા હતા. પોલીસે વડોદરાના મુખ્ય સૂત્રધાર સહિત સાત સામે ફરિયાદ નોંધી લેપટોપ, મોબાઈલ ફોન, મારુતિ કાર સહિત રૂ. 2.12 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી
કરજણના જૂના બજાર વિસ્તારમાં આવેલી સજ્જન પાર્ક સોસાયટીના મકાન નં-147માં અરવિંદ કેસુરભાઈ વસાવા રહે છે. અરવિંદભાઈના આ મકાનમાં લેપટોપ અને મોબાઈલ દ્વારા ક્રિકેટનો સટ્ટો રમાડાતો હોવાની બાતમી જિલ્લા SOGને મળી હતી. જેના આધારે રેડ કરતા પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસને દરોડા દરમિયાન સટોડીયા મોબાઈલ એપ્લિકેશનમાં ક્રિકેટ માઝા-11 ડાઉનલોડ કરીને ગેલેક્સી ઇંચ.9 લીંકની મદદથી ક્રિકેટનો સટ્ટો રમાડાતા હતા.

લેપટોપ, એક કીબોર્ડ, 12 મોબાઇલ અને કાર જપ્ત
પોલીસે સ્થળ ઉપરથી સટ્ટો રમાડવાના સાધનોમાં એક લેપટોપ, એક કીબોર્ડ, 12 મોબાઇલ ફોન, ફુલ સ્કેપ ચોપડો અને પેન, જૂની શેત્રંજી, મારુતિ કાર મળી કુલ રૂ.2,12,960નો મુદ્દામાલ કબજે લઈને 7 આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલા આરોપીઓના નામ
1) દિવ્યાંગ ઉર્ફે લાડુ નટવરભાઇ રાજપુત 3, રૂદ્ર એપાર્ટમેન્ટ, પોમલી ફળિયું, વાડી વડોદરા
2) મિતલભાઇ રમેશભાઈ પંચાલ 284, કૃષ્ણનગર, ઘાઘરેટિયા, ડભોઇ રોડ વડોદરા
3) સતીષ શંકર વસાવા ભાથુજી મંદિર સામે, ગણેશનગર ડભોઇ રોડ વડોદરા
4) અલ્પેશભાઇ ઉર્ફ ગોટિયો ભીખાભાઈ ઠાકોર સંત કૈવલ ટેકરી ભાથુજી મંદિર બાજુમાં સોમા તળાવ ડભોઇ રોડ વડોદરા
આ ઉપરાંત મુખ્ય સુત્રધાર ચેતન ઉર્ફે ભાંજુ મનહરભાઇ કહાર રહે. ઠેકરનાથ મહાદેવ મંદિર પાસે, કુતરા વાડી વડોદરા, સંજય શંકરભાઈ વસાવા રહે. ગણેશનગર 2 ડભોઇ રોડ, વડોદરા અને જતીન ઉર્ફે ભુરો મનસુખભાઈ મકવાણા રહે.વડોદરા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...