તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 4 Cases Were Reported In The Western Zone Of The City, Not A Single Case In The Last 5 Days In Rural Areas, 7547 People Took The Second Dose Of The Vaccine In 1 Day

કોરોના વડોદરા LIVE:આજે નવા 3 કેસ નોંધાયા, ગ્રામ્યમાં છેલ્લા 5 દિવસમાં એક પણ કેસ નહીં, કુલ કેસ 71,955 થયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં આજે કોરોનાના વધુ 3 કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો કુલ આંક 71,955 ઉપર પહોંચી ગયો હતો. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,314 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.

3 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
વડોદરા શહેરના અકોટા અને ગોત્રી વિસ્તારમાં આજે કોરોનાના નવા 3 કેસ નોંધાયા હતા. વડોદરામાં એક્ટિવ દર્દીની સંખ્યા 18 છે જે પૈકીનો એક માત્ર દર્દી ઓક્સિજન પર છે. હાલ એકેય દર્દી વેન્ટિલેટર પર નથી. જ્યારે છેલ્લા 24 કલાકમાં 3 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 19 લોકો ક્વોરન્ટાઇન છે. હાલમાં ગોત્રી હોસ્પિટલમાં 2 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે સયાજી હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસથી એક પણ દર્દી સારવારમાં નથી. જ્યારે ખાનગી હોસ્પિટલમાં 2 અને હોમ આઇસોલેશનમાં 14 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે.

સોમવારે 11 હજાર લોકોએ રસી મૂકાવી
સોમવારે વડોદરા શહેરમાં થયેલા રસીકરણમાં 11201 લોકોએ રસી મૂકાવી હતી. જે પૈકી 7547 લોકોએ બીજોડોઝ લીધો હતો. રાજ્ય સરકાર દ્વારા બીજા ડોઝને પ્રાધાન્ય આપવા માટે આદેશ કરવામાં આવ્યા છે, ત્યારે વડોદરા કોર્પોરેશનમાં પણ આકસ્મિક રીતે 18 વર્ષથી ઉપરના લોકો ના રસીકરણના બીજા ડોઝમાં વધારો નોંધાયો છે, જોકે, આરોગ્ય વિભાગ તેને ફોન દ્વારા ચલાવવામાં આવી રહેલું જાગૃતિ અભિયાન કારણ હોવાનું જણાવે છે.

18 વર્ષથી ઉપરના 5295 લોકોએ બીજો ડોઝ લીધો
સોમવારે થયેલા રસીકરણમાં 18 વર્ષથી ઉપરના 2277 લોકોએ પ્રથમ ડોઝ અને 5295 લોકોએ બીજો ડોઝ લીધો હતો. જ્યારે 45 વર્ષથી ઉપરના 911 લોકોએ પ્રથમ અને 1274 લોકોએ બીજો ડોઝ લીધો હતો. ત્યારે 60 વર્ષથી ઉપરના 166 લોકોએ પ્રથમડોઝ અને 721 લોકોએ બીજો ડોઝ લીધો હતો. ફ્રન્ટલાઈન વર્કરમાં 300 લોકોએ પ્રથમ અને 138 લોકોએ બીજો ડોઝ લીધો હતો.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,756 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 71,955 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9665 પશ્ચિમ ઝોનમાં 11,944, ઉત્તર ઝોનમાં 11,775, દક્ષિણ ઝોનમાં 11,779, વડોદરા ગ્રામ્યમાં 26,756 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરી વિસ્તારઃ
ગોત્રી, અકોટા.

અન્ય સમાચારો પણ છે...