કાર્યવાહી:38 ઘરફોડ ચોરી કરનાર સીકલીગર ગેંગના સૂત્રધાર સહિત 4 ચોર ઝબ્બે

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારમાં નીકળીને રાજ્યના અલગ અલગ શહેરોમાં ચોરીઓ કરતા હતા
  • 5 ગુનાનો ભેદ ઉકેલાયો, 2.15 લાખની મત્તા કબજે

ઘરફોડ ચોરી કરતી સીકલીગર ગેંગને ઝડપીને પીસીબીએ પાંચ ગુના ડિટેક્ટ કર્યાં છે. આ ગેંગનો સુત્રધાર અને 38 ગુના આચરનાર સહિત કુલ 4 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી મારૂતી કાર અને ત્રણ મોબાઈલ મળીને કુલ રૂા.2.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પીસીબી પીઆઈ જે.જે.પટેલે જણાવ્યું હતું કે, વડોદરા-ડભોઈ રોડ જલારામનગર ઝુપડપટ્ટીમાં રહેતા સીકલીગર ગેંગના આરોપીઓ જેમાં જોહરસીંગ દીલીપસીંગ બાવરીનો પોતાના માણસો સાથે કારમાં નીકળીને અલગ અલગ શહેરોમાં ચોરીઓ કરે છે. બાતમીના આધારે પીસીબીએ જોહરસીંગ દીલીપસીંગ બાવરી (42), મહેન્દ્રસિંગ દિલીપસીંગ બાવરી (28), અમરસીંગ ઉર્ફે પાપી લોહરસીંગ બાવરી (19) અને બલજીતસીંગ ઉર્ફે બલ્લી લોહરસીંગ બાવરી (24)ની ધરપકડ કરી લીધી હતી. પીસીબીએ આરોપીઓની ધરપકડ કરીને ગોત્રી પોલીસ મથકના 3 ગુના અને ગોરવા પોલીસ મથકના 2 ગુના મળીને કુલ પાંચ ગુના ડિટેક્ટ કર્યાં છે.

આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ

  • જોહરસીંગ બાવરી સામે કુલ 38 ગુના દાખલ થયેલા છે.
  • મહેન્દ્રસીંગ બાવરી : ડભોઈ, બોપલ, વાડી પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના ગુના
  • અમરસીંગ બાવરી : કારેલીબાગ પોલીસ મથકમાં વાહન ચોરીમાં પકડાયો છે.
  • બલજીતસીંગ બાવરી : ગોરવા, લક્ષ્મીપુરા, વાડી પોલીસમાં ચોરીના ગુનામાં પકડાયો છે.
અન્ય સમાચારો પણ છે...