ઉચ્ચ શિક્ષિત યુવાઓ નશાના ધંધામાં ધકેલાયા:વડોદરામાં ચરસ અને ગાંજો વેચતા ભાઇ-બહેન સહિત 4 ઝડપાયા, ભાઇએ IT મેનેજમેન્ટ અને બહેને BBAનો અભ્યાસ કર્યો છે

વડોદરા17 દિવસ પહેલા
  • ગોત્રી વિસ્તારમાં આવિષ્કાર કોમ્પ્લેક્ષના બેઝમેન્ટના પાર્કિંગમાં PCBએ રેડ પાડી
  • પોલીસે ચરસ અને ગાંજા સહિત 1.05 લાખ રૂપિયાનો મદ્દામાલ જપ્ત કર્યો

યુવાધનને ખોખલુ કરી રહેલા નશીલા પદાર્થોના વડોદરા શહેરમાં ચાલી રહેલા નેટવર્કનો પીસીબીએ પર્દાફાશ કર્યો કર્યો છે. પોલીસે ચરસ અને ગાંજો વેચતા શિક્ષિત ભાઇ-બહેન સહિત 4 યુવાનો અને યુવતીની ધરપકડ કરીને વધુ કાર્યવહી હાથ ધરી છે. પોલીસે ભાઇ-બહેનના ઘરેથી અને વેચાણ સ્થળેથી રૂપિયા 1.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ઘરમાંથી ચરસ અને ગાંજાનો જથ્થો કબજે કર્યો
આ બનાવ અંગેની માહિતી આપતા એસીપી વિમલ ગામીતે જણાવ્યું હતું કે, પીસીબીના પી.આઇ. જે.જે. પટેલને માહિતી મળી હતી કે, ગોત્રી વિસ્તારમાં આવિષ્કાર કોમ્પ્લેક્ષના બેઝમેન્ટના પાર્કિંગમાંથી એક યુવાન અને યુવતી ચરસ અને ગાંજાનું વેચાણ કરે છે. જેના આધારે પીસીબીની ટીમે દરોડો પાડી ચરસ અને ગાંજાનું વેચાણ કરનાર શાકીબ સઇદ મુન્શી(ઉ.21), રહે. સી-9, બી-13, શકીલા પાર્ક, સોસાયટી, બેસીલ સ્કૂલ સામે. તાંદલજા, વડોદરા) અને તેની બહેન મુહસીના સઇદ મુન્શી (ઉં.24)(રહે, શકીલા પાર્ક, તાંદલજા)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે આવિષ્કાર કોમ્પ્લેક્ષના બેઝમેન્ટના પાર્કિંગમાંથી તેમજ તેઓના ઘરમાંથી ચરસ અને ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો.

પોલીસે ભાઇ-બહેન સહિત 4 યુવાનો અને યુવતીની ધરપકડ કરી
પોલીસે ભાઇ-બહેન સહિત 4 યુવાનો અને યુવતીની ધરપકડ કરી

પૂછપરછમાં ચરસ અને ગાંજો વેચતા હોવાની કબૂલાત કરી
પોલીસે શાકીબ અને મુહસીનાની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, માંજલપુર વિસ્તારમાં 207, લાભ રેસિડેન્સીમાં એ ટાવરમાં રહેતા મીત ધર્મેન્દ્રભાઇ ઠક્કર (ઉં.23) અને પાણીગેટ રોડ 37, મહાદેવનગર સોસાયટીમાં રહેતા નુપુર રાજેશભાઇ સહગલ (ઉં.25) અમારી પાસેથી ચરસ અને ગાંજો લઇ જઇને વેચતા હોવાનું જણાવતા પોલસે તેઓની પણ ધરપકડ કરી હતી.

ચારેય આરોપીએ ઉચ્ચ અભ્યાસ કરેલો છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, શાકીબ મુન્શીએ વિદ્યાનગરમાંથી આઇ.ટી. મેનેજમેન્ટનો અભ્યાસ, તેની બહેન મુહસીના મુન્શી વિદ્યાનગરમાં બી.બી.એ. સુધીનો અભ્યાસ કરેલો છે. જ્યારે મીત ઠક્કરે ડિપ્લોમા ઇન કમ્પ્યુટર સાયન્સ કરેલું છે. અને ગોત્રી કોલાબેરામાં નોકરી કરે છે. જ્યારે નુપુર સહગલે માસ્ટર ઇન પબ્લિક હેલ્થ સુધીનો અભ્યાસ કર્યો છે. અને તે પણ ગોત્રી કોલાબેરામાં નોકરી કરે છે. મીત અને નુપુર તેના ફ્રેન્ડ સર્કલમાં ચરસ અને ગાંજો વેચતા હતા.

પોલીસે ચરસ અને ગાંજા સહિત 1.05 લાખ રૂપિયાનો મદ્દામાલ જપ્ત કર્યો
પોલીસે ચરસ અને ગાંજા સહિત 1.05 લાખ રૂપિયાનો મદ્દામાલ જપ્ત કર્યો

આણંદના ચકલાસીથી ચરસ અને ગાંજો લાવતા હતા
પોલીસ તપાસમાં શાકીબ અને મુહસીનાની માતા ઝરીનાબાનું આણંદ જિલ્લાના ચકલાસી ખાતે રહેતા દીલીપકાકા નામના વ્યક્તિ પાસેથી ચરસ અને ગાંજો લાવતા હતા. અને વેચાણ કરતા હતા. દિલીપ કાકા મધ્યપ્રદેશથી ચરસ અને ગાંજાનો જથ્થો લાવતા હતા. ઝરીનાબાનુ દિલીપ કાકા પાસેથી ચરસ ગાંજો લાવતા હતા. તેઓ ઘરે બેસીને વેચતા હતા. જ્યારે તેમના બે સંતાનો શાકીબ અને મુહસીના આવિષ્કાર કોમ્પ્લેક્ષમાં લાવીને વેચાણ કરતા હતા. તેઓ પાસેથી કોલાબેરામાં નોકરી કરતા મીત અને નુપુર લઇ જતાં હતા. અને તેઓના ગૃપમાં વેચાણ કરતા હતા.

ચરસ અને ગાંજા સહિત 1.05 લાખ રૂપિયાનો મદ્દામાલ જપ્ત
પોલીસે શાકીબ મુન્શીના ઘરમાંથી અને આવિષ્કાર કોમ્પ્લેક્ષમાંથી રૂપિયા 5621ની કિંમતનો 562.18 ગ્રામ ગાંજો, રૂપિયા 1025ની કિંમતનો 10.25 ગ્રામ ચરસ, 3 ટુ વ્હીલર, 4 મોબાઇલ ફોન, રૂપિયા 3600 રોકડા સહિત કુલ્લે રૂપિયા 1,05,046નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ બનાવ અંગે ગોત્રી પોલીસ મથકમાં તમામ આરોપીઓ સામે નાર્કોટિક્સ અંગેની ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની વધુ તપાસ ક્રાઇમ બ્રાંચ કરી રહ્યું છે.

ગોત્રી વિસ્તારમાં આવિષ્કાર કોમ્પ્લેક્ષના બેઝમેન્ટના પાર્કિંગમાં PCBએ રેડ પાડી હતી
ગોત્રી વિસ્તારમાં આવિષ્કાર કોમ્પ્લેક્ષના બેઝમેન્ટના પાર્કિંગમાં PCBએ રેડ પાડી હતી

નશીલા ધંધામાં સામેલ 4 યુવક-યુવતીએ વિદ્યાનગરમાં ઉચ્ચ શિક્ષણ મેળવેલું છે
પોલીસે જણાવ્યું હતું કે, પકડાયેલા શાકીબ સઇદ મુન્સી (રહે, શકીલા પાર્ક, તાંદલજા) વિદ્યાનગરમાં આઇટી મેનેજમેન્ટનું ભણેલો છે. જયારે મીત ધર્મેન્દ્ર ઠક્કર (રહે, લાભ રેસીડેન્સી, સનસિટી સર્કલ માંજલપુર) ડીપ્લોમા ઇન કોમ્પ્યુટર સાયન્સ બાદ કોલ સેન્ટરમાં કામ કરે છે. મુહસીના સઇદ મુન્શી (શકીલા પાર્ક, તાંદલજા) પણ વિદ્યાનગરમાં બીબીએનો અભ્યાસ કરેલો છે જયારે પકડાયેલી નુપુર રાજેશ સહગલ (રહે, મહાદેવનગર સોસા, પાણીગેટ રોડ) પણ માસ્ટર ઇન પબ્લીક હેલ્થ બાદ કોલ સેન્ટરમાં નોકરી કરે છે.

અન્ય સમાચારો પણ છે...