કાર્યવાહી:પાણીગેટના છમકલાના આરોપી ચાર્મીસ કહાર સહિત 4 હાજર થયા

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાણીગેટના કોમી તોફાનોમાં સીટી પોલીસે ચાર્મીસ કહાર,યશ કહાર, રાજપ્રિય નાયક અને સૂરજ ઉર્ફે ચૂઇ કહારની ધરપકડ કરી હતી - Divya Bhaskar
પાણીગેટના કોમી તોફાનોમાં સીટી પોલીસે ચાર્મીસ કહાર,યશ કહાર, રાજપ્રિય નાયક અને સૂરજ ઉર્ફે ચૂઇ કહારની ધરપકડ કરી હતી
  • છમકલા બાદ ધાર્મિક સ્થળે દર્શન માટે ગયા હોવાની કેફિયત
  • નામચીન ચૂઇ સહિત તમામ સામે સિટી પોલીસની કાર્યવાહી

પાણીગેટ દરવાજા પાસે શ્રીજી સવારીમાં થયેલા કોમી છમકલામાં સંડોવાયેલા શહેરના પાણીગેટ રોડથી વાઘોડિયા ચાર્મીસ કહાર અને સૂરજ સૂઇ સહિતના ચાર આરોપી સીટી પોલીસ મથકે હાજર થયા હતા.

પોલીસ સ્ટેશનમાં હાજર થયેલા ચાર્મીશ કહાર, યશ ગોવિંદ કહાર (રે.સહજાનંદ એપાર્ટમેન્ટ, પાણીગેટ), રાજપ્રિય સંજયભાઈ નાયક (રે.વિવેકાનંદ સોસાયટી, આજવારોડ), અને સુરજ ઉર્ફ ચૂઇ રમણભાઇ કહાર (રે.ગાયત્રી ભુવન એપાર્ટમેન્ટ, આજવા રોડ )એ જણાવ્યું હતું કે ‘છમકલાં બાદ તેઓ કાવી કંબોઇ અને કુબેરેશ્વર, કુબેર ભંડારી ખાતે ભગવાનના દર્શન કરવા માટે ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...