કાર્યવાહી:ખજુરિયા ગેંગના 4 આરોપી પાંચ દિવસના રિમાન્ડ પર

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કુખ્યાત ખજુરિયા ગેંગનો વધુ એક આરોપી ઝડપાયો
  • રાજ્યભરમાં​​​​​​​ હાહાકાર મચાવનાર 3 આરોપી અગાઉ ઝડપાયા હતા

રાજ્યના 13 જિલ્લામાં 30થી વધુ લૂંટ અને ધાડ સહિતના ગુનાઓ આચરી હાહાકાર મચાવનારી દાહોદ જિલ્લાની ખજુરીયા ગેંગના ત્રણ આરોપીની અગાઉ ધરપકડ કરવામાં આવ્યા બાદ ગેંગ સાથે સંકળાયેલા વધુ એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. અગાઉ ઝડપાયેલા 3 આરોપીના રિમાન્ડ આજે પૂરા થતાં હોય તે ત્રણ આરોપી ઉપરાંત ગઇ કાલે ઝડપાયેલા વધુ એક આરોપીને કોર્ટમાં રજૂ કરી તપાસ અધિકારીએ તમામ આરોપીના રિમાન્ડની માગણી કરતાં ન્યાયાધીશે આરોપીઓના તા.20મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં હતા.

ઉલ્લેખનીય છે કે, લૂંટ અને ધાડ સહિતના ગુનામાં સંડોવાયેલા ખજુરીયા ગેંગના 3 આરોપીઓ જવસિંગ ઉર્ફે જવો પલાસ, દિલીપ બારીયા અને નિકેશ જવસિંગ પલાસની દાહોદ પોલીસે ધરપકડ કરી હતી અને તેમની પૂછપરછમાં ખજુરીયા ગેંગ દ્વારા રાજ્યના 13 જિલ્લામાં 30થી વધુ ગુનાઓ આચર્યાં હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી હતી. તપાસમાં બનાવમાં 11 આરોપીઓની સંડોવણી હોવાનું પણ ખૂલવા પામ્યુ હતું. તપાસમાં ખજુરીયા ગેંગ સંગઠીત ગેંગ હોય પોલીસે તેની સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી ત્રણ આરોપીના રિમાન્ડ મેળવ્યાં હતા.

દરમિયાનમાં પોલીસે લૂંટના બનાવમાં સંડોવાયેલા વધુ એક આરોપી ઇનેશ બાલુભાઇ પરમારને ઝડપી પાડ્યો હતો અને આજે અગાઉ ઝડપાયેલા તેમજ હાલમાં ઝડપાયેલ આરોપીને કોર્ટમાં રજૂ કરી ડીવાયએસપી કાનન દેસાઇએ રિમાન્ડની માંગણી કરતાં તેની સુનાવણીમાં સ્પેશ્યલ સરકારી વકીલ રઘુવીર પંડ્યા હાજર રહ્યાં હતા. તેમણે તમામ ચાર આરોપીના રિમાન્ડની માંગણી કરતાં રજૂઆત કરી હતી કે, આરોપીઓનું ક્રોસ ઇન્ટ્રોગેશન કરવાનું છે. ન્યાયાધીશે તમામ આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા.

ખજુરીયા ગેંગ દ્વારા રાજ્યના 13 જિલ્લામાં 30થી વધુ ગુનાઓ આચર્યાં હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર પર આવતા પોલીસે ગહન તપાસ હાથ ધરી હતી. પોલીસે ગહન તપાસ હાથ ધરતાં બનાવમાં 11 આરોપીઓની સંડોવણી હોવાનું બહાર આવતાં તે બાબતે પણ તપાસ હાથ ધરી હતી.આરોપીઓના ક્રેાસ ઇન્ટ્રોગેશનમાં ચાેંકાવનારી વિગતો બહાર આવે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...