• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 4 Accused In Vadodara Scam Of Rs 30 Lakh From Ahmedabad Trader Identified As Customs Officer Produced, Remand Granted For 4 More Days

ડોલર બનાવવાની ઠગાઇનો કેસ:વડોદરામાં કસ્ટમ અધિકારીની ઓળખ આપીને અમદાવાદના વેપારી પાસેથી 30 લાખની ઠગાઇ કરનાર 4 આરોપીને કોર્ટમાં રજૂ કરાયા, વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ડોલરના નામે સુરતના વેપારીને પણ 30 લાખમાં નવડાવ્યાની શંકા

અમદાવાદના વેપારીને કસ્ટમ અધિકારી તરીકેની ઓળખ આપીને વડોદરા હોટલમાં બોલાવ્યા બાદ ઠગ ટોળકીએ બ્લેક ડોલરને અસલી ડોલર બનાવાનું કહી ડોલમાં વેપારીની નજર ચુકવી અસલી ડોલર બદલી નાંખવાની તરકીબ આચરી વેપારી પાસેથી 30 લાખ પડાવી લેનારા ચારેય આરોપીઓને ક્રાઇમ બ્રાંચે આજે ફરીથી કોર્ટમાં રજૂ કરીને વધુ 7 દિવસના રિમાન્ડ માગ્યા હતા. કોર્ટે ચારેય આરોપીઓના વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા.

વેપારીને વિશ્વાસમાં લેવા માટે 7 લાખના અસલ ડોલરનું બંડલ આપ્યું
અમદાવાદમાં સાબરમતીમાં રહેતા અને પાણીનો વેપાર કરતાં મૌલીક નરેન્દ્ર પ્રજાપતિએ ક્રાઇમ બ્રાન્ચને ફરિયાદ કરી હતી કે, આ શખ્સો પૈકી ભરત જગુભાઇ ગીડાએ અને મહેશ વાળાએ ત્રણ માસ પહેલાં હાઇવે પર આવેલી હોટલ કમ્ફર્ટ ઇન ડોલીન ખાતે બોલાવ્યા હતા જયાં હાજર સાહીદ નાવડેકરે તેની ઓળખાણ કસ્ટમ ઇન્સ્પેકટર એ.કે.મલ્હોત્રા તરીકે ઓળખ આપી હતી અને ઇમરાન ભુરાનીએ એ.કે.મલ્હોત્રા સાહેબના પીએ રાજુ ભાઇ તરીકે ઓળખ આપી હતી અને કસ્ટમમાં પકડેલા બ્લેક ડોલરને સસ્તા ભાવે આપવાની વાત કરી વેપારીને 1.25 કરોડના ડોલર આપવાની વાત કરી હતી પણ વેપારી પાસે તેટલા પૈસા ના હોવાથી વેપારીએ ના પાડતાં તેને વિશ્વાસમાં લેવા માટે 7 લાખના અસલ ડોલરનું બંડલ આપ્યું હતું અને વેપારી પાસેથી નાણાં પડાવવા માટે 30 લાખ સુધીની મદદ ભરત ગીડા કરશે તેમ જણાવ્યું હતું.

30 લાખ રુપીયા આપવાનો ડોળ કર્યો
ત્યારબાદ વેપારીને વડોદરાની સમા સાવલી રોડ પર હોટલ રોયલ કિંગ ખાતે બોલાવી ભરત ગીડાએ 30 લાખ રુપીયા આપવાનો ડોળ કર્યો હતો અને વેપારી પાસેથી 30 લાખ પડાવી લીધા બાદ સિકયોરીટી પેટે બાકીના રૂપીયાના 2 કોરા ચેક આપ્યા હતા અને 24 બંડલ બ્લેક ડોલરના નામે કાળા કલરના કાગળના બંડલ પધરાવી દીધા હતા. વેપારીની ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરીને ઠગ ટોળકીના 4 જણાને પકડી લીધા હતા.પોલીસે ભરત જગુભાઇ ગીડા (રહે, સાવરકુંડલા), મહેશ ઓધડભાઇ વાળા (રહે, સાવરકુંડલા) ઇમરાન દીનમહમંદ ભુરાની (રહે, સાવરકુંડલા) સાહીદ હનીફ નાવડેકર (રહે, પનવેલ, મુંબઇ)ને ઝડપી લઇ અદાલતમાં રજુ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા .સુરતના એક વેપારીએ પણ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં
વેપારીએ પોતાની સાથે 30 લાખની ઠગાઇ કરાઇ હોવાનું પોલીસને જણાવતાં પોલીસે તેને માહિતી સાથે વડોદરા બોલાવ્યો છે. વેપારી વડોદરા આવે ત્યારે વધુ માહિતી બહાર આવી શકે છે. દરમિયાન શુક્રવારે 4ને રિમાન્ડ પુરા થતાં પોલીસ અદાલતમાં રજુ કરીને વધુ 7 દિવસના રિમાન્ડ માગ્યા હતા. કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. પોલીસને તપાસ માટે હજુ મુંબઇ જવાનું બાકી છે તથા 30 લાખ રુપિયા પણ રીકવકર કરવાના છે. તમામ પૈસા વપરાઇ ગયા હોવાનું આરોપીએ જણાવતાં કયાં વપરાયા છે તેની પણ તપાસ શરુ કરાઇ છે.

ભાવનગર સ્વામીનારાયણ મંદિરના પૂજારીની કોલ ડિટેઇલ ચકાસાશે
પોલીસે જણાવ્યું હતું કે વેપારીના 30 લાખ રુપિયા પૈકી 15 લાખ ભરત ગીડાને મળ્યા હતા. જેથી પોલીસની ટીમ ભરત ગીડા અને મહેશ વાળાને સાથે રાખી સાવરકુંડલા પહોંચી છે અને ત્યાં આ પૈસાનું કયાં કયાં રોકાણ કર્યું છે તે સહિતના મુદ્દાની તપાસ કરાઇ રહી છે. સમગ્ર ઘટનામાં સ્વામિનારાયણ મંદિર ભાવનગરના પુજારી વિજય ભગતનું પણ નામ આવ્યું છે. વેપારીએ ધંધો સારો ચાલતો ના હોવાનું વિજય ભગતને કહેતા વિજય ભગત અગાઉ સાવરકુંડલાના સ્વામિનારાયણ મંદિરમાં રહ્યા હોવાથી તેમના હરીભકત અને જમીન લે વેચનું કામ કરતા અને પોતાને એનએસયુઆઇના પુર્વ પ્રમુખ તરીકે ઓળખાણ આપતા ભરત ગીડાનો સંપર્ક કરાવ્યો હતો. જેથી પોલીસે વિજય ભગતની પણ પુછપરછ કરી હતી અને તેઓ આરોપીઓ સાથે સંપર્કમાં હતા કે કેમ તે સહિતના મુદ્દાની તપાસ કરવા તેમની કોલ ડીટેઇલ પણ મંગાવાઇ છે. સાવરકુંડલાના અન્ય પાંચથી વધુ લોકોની પણ આ મુદ્દે પૂછપરછ કરાઇ હોવાનું પોલીસે જણાવ્યું હતું. કરશે તેમ પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...